બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / mp 6 year old first class student dies of heart failure in indore heart attack in kids

શોકની ખબર / પહેલા ધોરણમાં ભણતા છોકરાના હાર્ટે દગો દીધો, આંખના પલકારામાં નીકળી ગયો જીવ, મ્યોકાર્ડિટિસથી ચેતજો

Hiralal

Last Updated: 08:18 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટએટેક નાની ઉંમરના લોકોને પણ નિશાન બનાવી રહ્યો છે. હવે હાર્ટએટેકને કારણે 6 વર્ષના છોકરાના મોતનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે.

  • ઈન્દોરમાં નાની ઉંમરમાં હાર્ટએટેકથી મોતનો કિસ્સો
  • પહેલા ધોરણમાં ભણતા છોકરાનું બંધ પડી ગયું હાર્ટ
  • સ્કૂલના કાર્યક્રમ માટે દિલ્હી આવ્યો હતો, ત્યાં ઢળી પડતાં થયું મોત

થોડા સમય પહેલા હાર્ટ એટેક અને હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓ માત્ર મોટી ઉંમરના લોકોને જ થતી હતી. પરંતુ બદલાતી લાઈફસ્ટાઈલના કારણે ધીમે ધીમે આ બીમારી હવે યુવાનો અને બાળકોને પોતાની ઝપેટમાં લઈ જઈ રહી છે. નાની ઉંમરમાં હાર્ટએટેકથી મોતનો એક આઘાતજનક કિસ્સો સામે આવતાં લોકોમાં ચિંતા વધી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 6 વર્ષના માસૂમ બાળકના હાર્ટ ફેલ થવાના કારણે મોતના મામલાએ સૌને ચોંકાવી દીધા છે. ઈન્દોરની ડેઈલી કોલેજ સ્કૂલનો પહેલા ધોરણનો વિદ્યાર્થી વેહાન જૈન અચાનક બીમાર પડી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ઈન્દોરના કંચન બાગમાં રહેતા રાહુલ જૈનનો 6 વર્ષનો પુત્ર માસ્ટર વેહાન જૈન ડેઈલી કોલેજ સ્કૂલના પહેલા ધોરણમાં ભણતો હતો. તે પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી ગયો હતો. અચાનક તબિયત લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. પિતા રાહુલ જૈનના જણાવ્યા અનુસાર, પુત્ર વેહાનનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું હતું. 

પરિવારમાં એકનો એક દીકરો હતો વેહાન
વેહાન છેલ્લા કેટલાક સમયથી કમજોર દેખાતો હતો. થોડા સમય પહેલા તબિયત લથડતાં તેને ઈન્દોરના ડોક્ટર પાસે લઈ જવાયો હતો જે પછી સારુ થતાં તે પરિવાર સાથે દિલ્હી ગયો હતો જ્યાં તેની તબિયત લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્યાં તેને હાર્ટએટેક આવ્યો હતો જે દરમિયાન તેનું મોત થયું હતું. 

હાર્ટનું પમ્પિંગ ઓછું થતાં થયું મોત 
ડોકટરોએ કહ્યું છે કે મૃત્યુનું કારણ મ્યોકાર્ડિટિસ છે. મ્યોકાર્ડિટિસમાં હાર્ટનું પમ્પિંગ ઓછું થઇ જાય છે. આટલી નાની ઉંમરમાં હાર્ટએટેકથી મોત બાદ લોકોમાં મોટા પાયે શોક વ્યાપ્યો હતો, સહુ કોઈને પોતાનાની ચિંતા સતાવવા લાગી હતી. 

મ્યોકાર્ડિટિસ શું છે 
મ્યોકાર્ડિટિસ અથવા મ્યોકાર્ડિયમમાં હૃદયના સ્નાયુઓની બળતરા. જેના કારણે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, થાક, માથાનો દુખાવો, તાવ અથવા ગળામાં દુખાવો જેવા લક્ષણો અનુભવાય છે. મ્યોકાર્ડિટિસ લોહીને પમ્પ કરવાની ક્ષમતાને પણ અસર કરે છે. હાર્ટ એટેક હાર્ટમાં ક્લોટ થવાના કારણે આવી શકે છે. આવામાં તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ