બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mother cut off the head of her 5 year old son and cut the body into several pieces

ચકચાર / 5 વર્ષના પુત્રનું માથું કાપીને ખાઈ ગઈ મા, શરીરના અનેક ટૂકડા કર્યાં, હોશ ઉડાવી મૂકશે કારણ

Kishor

Last Updated: 10:37 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ઇજિપ્તના ફેક્સમાં માતાએ જ માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ માથાનો ભાગ ખાઈ ગઈ હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

  • ઉત્તર ઇજિપ્તના ફેક્સમાં ચકચારી ઘટના
  • માતાએ જ માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો
  • આ રીતે સમગ્ર પ્રકરણ પડ્યું ઉઘાડું

માં” થી કોઈ મોટું નહી, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલીયા. આવી આપણી જુની કહેવત છે. એક માતા માટે તેનું બાળક તેના હૃદયનો ટુકડો છે. પરંતુ ઇજિપ્તમાં એક ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે. જેમા માતાએ પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેના માથાનો ભાગ ખાઈ ગઈ હતી. બાદમાં અદાલતે પાંચ વર્ષના પુત્રની હત્યા કરનાર માતાને ગુનાહિત રીતે પાગલ જાહેર કરી છે.

Tag | VTV Gujarati

29 વર્ષીય હાના મોહમ્મદ હસને જ કરી હત્યા 

ઉત્તર ઇજિપ્તના ફેક્સમાં રહેતા પરિવારના નિર્દોષ બાળક યુસુફના કાકાને જ્યારે તેના શરીરના ટુકડા મળ્યા કે તરત જ આ હત્યાનો પર્દાફાશ થયો હતો. છોકરાના કાકા ડોલમાં પુત્રના શરીરના કેટલાક ભાગો જોયા ત્યારે ચોંકી ગયા હતા. બાદમાં તપાસમાં હત્યા 29 વર્ષીય હાના મોહમ્મદ હસને જ કરી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો કે આરોપી મહિલા માનસિક રીતે સક્ષમ નથી. માનસિક સ્થિતિમાં હોવા પછી તેના પુત્રની હત્યા કરી હતી છે. જેથી માનસિક એકમમાં અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 

 અ રીતે આપ્યો વારદાતને અંજામ

ધરપકડ બાદ આરોપી મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાતમાં પોતે બાળકનો માથાનો ભાગ ખાધો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિલાએ આ ક્રૂરતાનું કારણ જણાવતા કહ્યું કે તે એવું ઇચ્છતી હતી કે તેનો પુત્ર હંમેશા તેની સાથે રહે. મહિલાએ કહ્યું, "હું મારા પુત્રને હંમેશા મારી સાથે રાખવા માંગતી હતી. મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. અને તેમના પુત્રનો કબજો તેમના પતિ પાસે ચાલ્યો જશે તેવા ડરને લઈને તેમણે જાણી જોઈને પ્લાનિંગ સાથે હત્યા કરી હતી. જેમાં બારી દરવાજા બંધ કરી ઘરમાં પુત્ર પર છરી વડે હુમલો કરી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને સબુત મટાવી દેવા માટે તેને માથાનો ભાગ ખાધો હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ