બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / VTV વિશેષ / Modi is expert in identifying the outcome issues of the states! Rahul Gandhi failed in playing casteist card? How much does the opposition need to brainstorm?

મહામંથન / રાજ્યોના પરિણામ મુદ્દા ઓળખવામાં મોદી જ મહારથી! જાતિવાદી કાર્ડ રમતા રાહુલ ગાંધી નિષ્ફળ ગયા? વિપક્ષને મંથનની કેટલી જરૂર?

Vishal Khamar

Last Updated: 08:14 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. વિપક્ષ લોકોને શું જોઈએ છે તે સમજવામાં નિષ્ફળ રહ્યો છે.  મતદાતાના મનમાં શું છે તે કળવામાં ભાજપ સફળ થયું છે.  ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ સમજવામાં વિપક્ષ નિષ્ફળ.

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે અને તેની વ્યાપક ચર્ચાઓ પણ થઈ રહી છે. તમામ ચર્ચાના કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદી છે તેમાં બે મત નથી. હવે લોકસભા ચૂંટણી પણ નજીક છે ત્યારે આ પરિણામ મહત્વના એટલા માટે છે કે તેનાથી લોકસભા ચૂંટણીનો રોડમેપ કંઈક અંશે તો તૈયાર થશે જ. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે મુદ્દા ચાલ્યા તેના આધારે લોકસભા માટે શું હોમવર્ક કરું તેનું મનોમંથન અપેક્ષા પ્રમાણે દરેક રાજકીય પક્ષ કરતો હશે. અહીં જે રીતે ચર્ચાના કેન્દ્રમાં પ્રધાનમંત્રી છે તેવી જ રીતે એ વાત પણ શબ્દ ચોર્યા વગર કહેવી પડે કે મુદ્દાઓને પારખવામાં અથવા તો એમ કહો કે લોકોની નાડ પારખવામાં પણ મોદી જ એક્કા છે. 

  • પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી ચર્ચાઓનો દોર
  • ચૂંટણીલક્ષી મુદ્દા સમજવામાં કોણ પાવરધું તેની ચર્ચા
  • લોકોની નાડ પારખવામાં મોદી સફળ થયા તેવું ચિત્ર ઉપસ્યું

પરિણામ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ એમ કહેતા જોવા મળ્યા કે આ પરિણામ અપેક્ષિત નહતા. યુપી કોંગ્રેસના પ્રવક્તાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો ગ્રાઉન્ડ ઉપર લોકોના મનમાં કોંગ્રેસ હોય તો EVMમાં મત જુદો કઈ રીતે હોઈ શકે. કદાચ અહીં જ કોંગ્રેસ સહિતના વિપક્ષ થાપ ખાઈ જાય છે અને ભાજપ અથવા તો એમ કહીએ કે પ્રધાનમંત્રી મોદી બાજી મારી જાય છે. ત્રણ રાજ્યોની જીત પછી કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વાસ સાથે કહ્યું કે મોદી એટલે માત્ર જીતની ગેરંટી નહીં પણ જે ગેરંટી આપી છે તેને પૂરી કરવાની પણ ગેરંટી છે. એક તરફ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીના માત્રને માત્ર મોદી કેન્દ્રિત વ્યક્તિગત પ્રહાર તો સામે પક્ષે પ્રધાનમંત્રીની બહોળા વર્ગને સ્પર્શતી વાત. કદાચ આ જ રહસ્ય છે ભાજપની સફળતાનું?

પ્રધાનમંત્રીએ કઈ ચાર જાતિની વાત કરી?

ગરીબ
મહિલા
યુવા
ખેડૂત

મોદી એટલે જીતની ગેરેંટી કેમ?

રાજસ્થાન

  • તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશોરથી ચગાવ્યો
  • રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાની વાત જોરશોરથી કરી
  • નારાજ વસુંધરા રાજેને પણ મનાવી લેવાયા
  • કાર્યકરોને એકજૂટ કરીને ચૂંટણીલક્ષી કામમાં લગાવ્યા
  • જે બેઠકમાં નબળું પ્રદર્શન હતું ત્યાં દિગ્ગજોને ઉતાર્યા

મધ્યપ્રદેશ

  • સત્તાવિરોધી લહેરને સમય રહેતા પારખી લીધી
  • સિફતપૂર્વક ચૂંટણીમાં પોતાના ચહેરાને જ બ્રાન્ડ તરીકે આગળ ધર્યો
  • એવું વલણ સ્પષ્ટ કર્યું કે રાજ્ય અને કેન્દ્રમાં એક પક્ષની સરકાર જરૂરી છે
  • ડબલ એન્જિનની સરકારનો મુદ્દો સતત આગળ ધર્યો
  • જે બેઠક ઉપર હારનું જોખમ હતું ત્યાં સાંસદોને પણ ઉતાર્યા

છત્તીસગઢ

  • સાયલન્ટ પ્રચારની નીતિ અપનાવી
  • મહાદેવ એપ કેસના મુદ્દાને ઉઠાવ્યો
  • ચૂંટણી દરમિયાન કોઈ ચહેરાને આગળ ન કર્યો
  • મોદી ખુદ સતત સક્રિય રહ્યા

તેલંગાણા

  • તેલંગાણામાં જીત ન મળી પણ ભાજપની હાજરી વર્તાઈ
  • મતદાન પહેલા PMની સતત રેલીઓ યોજવામાં આવી
  • ઓવૈસીના ગઢમાં પણ ભાજપે ગાબડું પાડ્યું
  • ગત ચૂંટણી કરતા ભાજપની બેઠક વધી
વિપક્ષ ક્યાં નિષ્ફળ ગયો?
રાજસ્થાન
ગહેલોત સરકારની યોજનાઓ ચૂંટણીલક્ષી છે તેવી છાપ ઉપસી
લાલ ડાયરી, પેપરલીક કેસ ભારે પડ્યા
સચિન પાયલટ સાથેનો ખટરાગ ખાળી ન શકાયો
અશોક ગહેલોત આત્મવિશ્વાસમાં રાચતા હતા
 
મધ્યપ્રદેશ
શાસન વિરોધી લહેરને પોતાની તરફેણમાં ન વાળી શકાઈ
કમલનાથને કોંગ્રેસના અન્ય નેતાઓને સાથ ન મળ્યો હોય તેવો ઘાટ
એકલે હાથે ચૂંટણી જીતાડી શકે તેવો કોઈ ચહેરો નહીં
યુવા કાર્યકરોની નિષ્ક્રિયતા
 
છત્તીસગઢ
મહાદેવ એપ કેસમાં EDની રેડથી બદનામી
ટી.એસ.સિંહદેવ સહિતના વરિષ્ઠ નેતા નારાજ હતા
ભાજપનો સાયલન્ટ પ્રચાર ન સમજી શકાયો

 મુદ્દા પારખવામાં મોદી જ મહારથી!
પ્રધાનમંત્રીએ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતની વાત કરી છે.  માત્ર ચાર જાતિની વાત કરીને જાતિવાદી રાજકારણનો છેદ ઉડાડ્યો છે.  ગેરંટી પૂરા કરવાની ગેરંટી આપીને લોકચાહના મેળવી હતી.  મધ્યપ્રદેશમાં મુખ્ય ચહેરો પોતે રહ્યા. રાજ્ય સરકારની લાડલી બહેના યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો. મહિલા અનામત બિલથી મહિલા વર્ગનું સમર્થન છે.  PM વિશ્વકર્મા યોજનાથી વ્યાપક વર્ગને આકર્ષવાનો પ્રયાસ.  ડબલ એન્જિનની સરકારનો જોરશોરથી પ્રચાર કર્યો. બુથ લેવલ મેનેજમેન્ટ કામ લાગ્યું. જોખમી બેઠકો પણ બૂથ લેવલ મેનેજમેન્ટથી જીતવામાં સફળતા મળી.  PMની ગેરંટી ઉપર લોકોને વિશ્વાસ કરવા અપીલ કરી છે. વ્યક્તિગત પ્રહારને પોતાની તરફેણમાં વાળ્યા છે. વિપક્ષની નબળી કડી, ભ્રષ્ટાચારના મુદ્દાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.  મોદીની સામે તમામ એવી છબી બનાવી છે. 

રાહુલ ફરી નિષ્ફળ
જાતિ આધારીત વસ્તી ગણતરીનો મુદ્દો ન ચાલ્યો.  OBC કાર્ડ રમવા પ્રયાસ કર્યો પણ લોકોએ ન સ્વીકાર્યું. પ્રધાનમંત્રીને ટાર્ગેટ કરવાની નીતિ કામ ન આવી. અદાણીના નામે વ્યક્તિગત પ્રહારને લોકોએ નકાર્યા. જૂની પેન્શન યોજના, રાહત દરે ગેસ સિલિન્ડર જેવા મુદ્દા ન ચાલ્યા. I.N.D.I.A. ગઠબંધનના નેતાઓના સનાતન ઉપર પ્રહાર બૂમરેંગ બન્યા. હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદીત નિવેદનથી બાજી બગડી. ગઠબંધનના સાથીપક્ષોથી કોંગ્રેસ અલગ પડતી હતી. કોંગ્રેસ આત્મવિશ્વાસમાં રહી કે એકલા હાથે જીતી જઈશું. મધ્યપ્રદેશમાં સપા સાથે ગઠબંધનનો પ્રસ્તાવ નકાર્યો. સપાએ જ્યાં ઉમેદવાર ઉભા રાખ્યા ત્યાં મત તૂટ્યા. I.N.D.I.A. ગઠબંધનમાં કોંગ્રેસે હવે નમતું જોખવું પડે એવી સ્થિતિ છે.  રાહુલ ગાંધી લોકોના મુદ્દા શું છે તે ન સમજી શક્યા. રાહુલ અને પ્રિયંકાના પ્રચારમાં મોટેભાગે PMનો વિરોધ જ હતો. વિશ્વકપની ફાઈનલમાં PMની હાજરી અંગે પણ બિનજરૂરી નિવેદન કર્યા હતા.  પ્રધાનમંત્રીને પનોતી ગણાવવાનું વિવાદીત નિવેદન ભારે પડ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ