બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / MHA Hanuman Jayanti Violence Hanuman Jayanti advisory home ministry amit shah

હનુમાન જન્મોત્સવ પહેલા એક્શનમાં મોદી સરકાર / હનુમાન જન્મોત્સવ પહેલા મોદી સરકારે તમામ રાજ્યોને આપ્યા કડક નિર્દેશ, રામનવમી પર અનેક જગ્યાએ થઈ હતી હિંસા

Pravin Joshi

Last Updated: 02:41 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

  • હનુમાન જયંતિને લઈને સરકાર એક્શનમાં
  • ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી 
  • 6 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે

ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારમાં શાંતિપૂર્ણ માહોલ બની રહે અને નિયમોનું પાલન કરવા અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. 6 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે. રામ નવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ હોવાથી કેન્દ્ર સરકાર પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેથી જ તમામ રાજ્યોને તહેવાર દરમિયાન કડક તકેદારી રાખવા માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. આ વખતે કેન્દ્ર કોઈ પણ પ્રકારની અસામાજીક પ્રવૃતિ સહન કરશે નહીં.

પશ્ચિમ બંગાળ અને બિહારમાં હિંસા

રામ નવમી પર શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. તેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના હુગલીમાં જોવા મળી હતી. અત્યારે પણ પશ્ચિમ બંગાળ અને બિહારના શહેરોમાં હિંસાની આગ ફેલાઈ રહી છે. 

કલકત્તા હાઈકોર્ટનો આદેશ

બીજી તરફ કલકત્તા હાઈકોર્ટે પણ હનુમાન જયંતિને લઈને આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગવાનું કહેવામાં આવ્યું છે. જો રાજ્યમાં પોલીસ દળ પૂરતું ન હોય તો તમે અર્ધલશ્કરી દળની મદદ લઈ શકો છો. અમે અમારા નાગરિકોની સલામતી ઇચ્છીએ છીએ.

દિલ્હીમાં જન્મજયંતિ પહેલા ફ્લેગ માર્ચ

તો બીજી તરફ દિલ્હીમાં હનુમાન જયંતિના એક દિવસ પહેલા દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય જૂથને 6 એપ્રિલે હનુમાન જયંતિ પર જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ