બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological department predicts temperature mercury of 40 degrees in Gujarat

ઉનાળો / બાપ રે! ગુજરાતમાં તાપમાનનો પારો પહોંચશે 40 ડિગ્રીએ, આજે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી

Ajit Jadeja

Last Updated: 04:08 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે જેને કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવું પડશે.

Weather update: રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોચી શકે છે. જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

અમદાવાદમાં 36.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન

પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઉત્તર હોવાથી ગરમીમાં વધારો થવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોચશે જેને કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવું પડશે. સોમવારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 36.1 ડિગ્રી અને  ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોધાયું છે.

મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે

ગરમીમાં શેકાવવા માટે થઈ જાવ તૈયાર. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકશે. જ્યારે સૌરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધી 40 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. તો હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.  હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોધાયું છે જ્યારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

આજનું તાપમાન

નલિયા 38 ડિગ્રી
અમદાવાદ  36.1 ડિગ્રી
ગાંધીનગર 36 ડિગ્રી

વધુ વાંચોઃ હિંમતનગર APMCમાં પ્રથમ દિવસે જ મળ્યો ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
 ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. 
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેને લગાવતા રહો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ