બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghraja likely to strike Panchmahal again in North-Central Gujarat, Ambalal big forecast amid departure of Monsoon

નવી આગાહી / ફરીવાર ઉ.-મધ્ય ગુજરાત, પંચમહાલની આસપાસમાં મેઘરાજા ત્રાટકી શકે, ચોમાસાની વિદાય વચ્ચે અંબાલાલની મોટી આગાહી

Priyakant

Last Updated: 03:04 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast News: આ તારીખે ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ કમોસમી વરસાદની શક્યતા, બે ચક્રવાતની અસરથી દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારોમાં હીમવર્ષાની આગાહી 
  • દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા
  • આગામી 17 ઓકેટોબર આસપાસ કમોસમી વરસાદની શક્યતા 
  • ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા

Ambalal Patel Forecast : આજે ત્રીજા નોરતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે દરિયાકિનારના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ તરફ ગુજરાતને લઈ આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 17 ઓકેટોબર આસપાસ  ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા છે. 

File Photo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દક્ષિણ ભારતથી દૂર દરિયામાં લો-પ્રેશર સર્જાવાની સાથે દક્ષિણ ભારતમાં લો-પ્રેશર બાદ ચક્રવાત તૈયાર થશે. આ સાથે આ ચક્રવાત આગળ વધતા ઓમાન તરફ ફંટાઈ જવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. 

File Photo

બે ચક્રવાતની અસરથી દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે
અંબાલાલ પટેલે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ સાથે દરિયાકિનારના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો દક્ષિણ ભારતમાં લો-પ્રેશર બાદ ચક્રવાત તૈયાર થશે અને આ ચક્રવાત બંગાળના ઉપસાગરમાં પણ સર્જાઈ શકે. આ તરફ બે ચક્રવાતની અસરથી દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ