બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Meet Patel, who had gone to study abroad, committed suicide by recording audio.

પાટણ / 'તમારા 15 લાખ બગાડ્યા મમ્મી-પપ્પા મને માફ કરજો..'વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા મીત પટેલે ઓડિયો રેકોર્ડ કરી કર્યો આપઘાત

Vishal Khamar

Last Updated: 06:14 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ જીલ્લાનાં રણાસણ ગામે રહેતા 23 વર્ષીય મીત પટેલે લંડનમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આપઘાત કરતા પહેલા યુવક દ્વારા વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં યુવક દ્વારા ફસાયો હોવાનો દાવો કર્યો હતો.

  • વિદેશમાં અભ્યાસ કરવા જતાં યુવકોના મા-બાપ માટે લાલબતી સમાન કિસ્સો 
  • ચાણસ્માના રણાસણ ગામના 23 વર્ષના મીત પટેલનો આપઘાત 
  • મીતે તેનાં માતા-પિતાની માંગી માફી

આજકાલ વિદેશમાં યુવકોને અભ્યાસ અર્થે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્ય છે. જેમાં ચાણસ્મા તાલુકાનાં રણાસણ ગામનાં 23 વર્ષનાં યુવક મીત પટેલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મીત પટેલે લંડનમાં આપઘાત પહેલાનો ઓડિયો બનાવ્યો હતો. જેમાં મીત પટેલે પોતે ફસાયો હોવાનો દાવો કર્યો હતો. 

મમ્મી પપ્પા મે તમારા 15 લાખ બગાડ્યા મને માફ કરજો-મીત 

મીતે આપઘાત કરતા પહેલા વાયરલ કરેલ ઓડિયોમાં માતા-પિતાની માફી માંગી હતી. મીત પટેલે કહ્યું હતું કે, મમ્મી પપ્પા મેં તમારા 15 લાખ બગાડ્યા મને માફ કરજો. તેમજ કોઈનાં ત્રાસથી આપઘાત કર્યો હોવાની વાત પણ મીતે કરી હતી. મીતે વધુમાં જણાવ્યું હતું કે, હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી. 

મૃતદેહને રણાસણ લાવવા પરિવારે સરકાર પાસે માગી મદદઃ જયંતી પટેલ (સરપંચ, રણાસણ ગ્રામ પંચાયત)
આ બાબતે રણાસણ ગામનાં સરપંચ જયંતી પટેલે જણાવ્યું હતું કે, મીતનું અપહરણ કરી તેની પાસે ઓડિયો બનાવ્યાની શંકા છે. મીત પટેલનાં મૃતદેહને રણાસણ લાવવા પરિવારે સરકાર પાસે મદદ માંગી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ