બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / MCDONALDS INDIA NORTH EAST OUTLETS REMOVES THE TOMATO FROM THE MENU DUE TO QUALITY AND SAFETY PURPOSES

દેશ / બોલો, આ ટામેટાના ભાવ તો મેકડોનાલ્ડ્સ કંપનીને પણ નડ્યા! બર્ગર માટે ગ્રાહકોની માફી સાથે જુઓ શું નિર્ણય લીધો

Vaidehi

Last Updated: 04:15 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'અનેક પ્રયાસો બાદ પણ અમને સારી ક્વોલિટીનાં ટમેટા નથી મળી રહ્યાં'. મેકડૉનલ્ડ્સ ઈન્ડિયાએ પોતાની કેટલીક ફ્રેંચાઈઝીમાં બર્ગરમાં ટમેટાનો ઓપ્શન દૂર કર્યો.

  • મેકડૉનલ્ડ્સ ઈન્ડિયા નોર્થ-ઈસ્ટની ફ્રેંચાઈઝીનો નિર્ણય
  • મેનૂમાંથી ટમેટાનો ઓપ્શન દૂર કરવામાં આવશે
  • ક્વોલિટી અને સેફ્ટીનાં ધોરણે લીધો નિર્ણય

મેકડૉનલ્ડ્સે પોતાના બર્ગરથી ટમેટા હટાવી દીધાં છે. મેકડૉનલ્ડ્સ ઈંડિયાની નોર્થ એન્ડ ઈસ્ટ ફ્રેંચાઈઝીએ શુક્રવારે કહ્યું કે આવા સીઝનલ ઈશ્યૂને લીધે થોડા સમય માટે બર્ગરમાંથી ટમેટાને હટાવી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અનેક પ્રયાસો બાદ પર અમને સારી ક્વોલિટીનાં ટમેટા નથી મળી રહ્યાં. ફ્રેંચાઈઝીએ કહ્યું કે અમે સમસ્યાનો ઉકેલ શોધી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં અમારી પ્રોડક્ટ્સમાં ફરી ટમેટા શામેલ કરશું.  ભારે વરસાદને કારણે દેશમાં ટમેટાની કિંમત 250 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પાક પર અસર થવાને લીધે ક્વોલિટી પર પણ અસર થઈ છે.

મેકડૉનલ્ડ્સ ઈન્ડિયાની ઉત્તર-પૂર્વની ફ્રેંચાઈઝીનું નિવેદન
'ફૂડ ક્વોલિટી અને સેફ્ટીનાં ઉચ્ચતમ ધોરણો માટે પ્રતિબદ્ધ એક બ્રાંડનાં રૂપમાં અમે ક્વોલિટી અને સેફ્ટી ચેક બાદ જ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ. જો કે સીઝનલ ઈશ્યૂઝનાં કારણે અને અમારા તમામ પ્રયાસો હોવા છતાં અમે એવા ટમેટા નથી ખરીદી શકતાં જે અમારા વર્લ્ડ ક્લાસ ક્વોલિટી ચેકથી પાસ થઈ શકે. તેથઈ અમે અમારા કેટલાક રેસ્ટોરેન્ટ્સમાં મેનૂમાંથી ટમેટા કાઢી નાખ્યાં છે.'

'આ એક હંગામી સ્થિતિ છે '
સ્ટેટમેન્ટમાં કહ્યું કે 'આ એક હંગામી સ્થિતિ છે અને અમે ગ્રાહકોને આશ્વાસન આપવા ઈચ્છીએ છીએ કે અમે ટમેટાને મેનૂમાં પાછા લાવવા માટે તમામ સંભાવિત ઉપાયો પર વિચાર કરી રહ્યાં છીએ. ટમેટાનો ઓપ્શન ટૂંક જ સમયમાં મેનૂમાં પાછો ઉમેરાશે.'

10-15% સ્ટોર્સ પર ટમેટા સર્વ કરવાનું બંધ
મેકડૉનલ્ડ્સ ઈન્ડિયાનાં પશ્ચિમ અને દક્ષિણની ફ્રેંચાઈઝીઝએ પણ 10-15% સ્ટોર્સ પર ટમેટાને સર્વ કરવાનું બંધ થઈ ગયું છે. ફ્રેંચાઈઝીએ કહ્યું કે ચોમાસા દરમિયાન 'ફ્રૂટ ફ્લાઈઝ' થાય છે. આ કારણે ખરાબ ટમેટાનાં વેંચાણને દૂર કરવામાં આવે છે. આ એક મોસમી સમસ્યા છે જેનો સામનો દરેક રેસ્ટોરેન્ટ ચોમાસા દરમિયાન કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ