બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mathura vindavan banke bihari temple online registration aadhaar card compulsory

બાંકે બિહારી / શ્રીકૃષ્ણજીના આ વિશ્વવિખ્યાત મંદિરમાં આધાર કાર્ડ બતાવીને જ થશે દર્શન, ઘરેથી નીકળતા પહેલા કરાવી લેજો રજીસ્ટ્રેશન

Arohi

Last Updated: 02:55 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mathura Banke Bihari Mandir Darshan: મથુરાના બાંકે બિહારી મંદિર દર્શન માટે હવેથી તમારે પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્થાનીક લોકો આધાર કાર્ડ બતાવીને દર્શન કરી શકે છે ત્યાં જ બહારથી આવતા લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • બાંકે બિહારી મંદિરમાં દર્શન માટે કરવું પડશે રજીસ્ટ્રેશન 
  • આધાર કાર્ડ બતાવ્યા વગર નહીં કરી શકાય દર્શન 
  • બહારથી આવતા લોકોને કરવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન 

ધાર્મિક જગ્યાઓની વાત કરવામાં આવે તો વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સૌથી વધારે ભીડ જોવા મળે છે. વીકેડ હોય કે વીકડે હોય દરરોજ ત્યાં લાંબી લાંબી લાઈનોમાં લાગીને લોકો બાંકે બિહારીના દર્શન કરતા જોવા મળે છે. 

આ જોતા બાંકે બિહારીના દર્શન કરનાર શ્રદ્ધાળુઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે ભક્તોએ અહીં આવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાં જ તમે બિહારીજીના દર્શન કરી શકશો. આવો તેના વિશે જાણીએ ડિટેલ્સમાં....

ભીડ પર કાબૂ કરવા માટે બનાવવામાં આવ્યો નિયમ 
વૃંદાવનમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી ઠાકુરજીના દર્શન કરવા આવે છે. એવામાં ભીડ એટલી વધી જાય છે કે ક્યારેક ક્યારેક વૃંદાવનની ગલીઓ સુધી લોકો પહોંચી જાય છે. ભીડને ઓછી કરવા માટે પ્રશાસને ઘણા ઉપાયો કર્યો પરંતુ બધા ધરાસાઈ થઈ ગયા. 

હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પ્રશાસ એક નવો નિયમ લઈને આવ્યું છે. અને આશા રાખવામાં આવી રહી છે કે કદાચ ભીડ પર કાબૂ મેળવી શકાય. 

ઓનલાઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થશે શરૂ 
વ્યાપારીઓ અને દુકાનદારો પાસેથી સલાહ લીધા બાદ પ્રશાસને ઓનલાઈન દર્શનની પ્રક્રિયાને શરૂ કરી છે. જણાવી દઈએ કે બહારથી આવતા દરેક શ્રદ્ધાળુઓને ભગવાન બાંકે બિહારી મંદિરની સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

ત્યાર બાદ જ તમે બિગારીજીના દર્શન કરી શકશો. ત્યાં જ સ્થાનીક લોકો પણ ઠાકુર બાંકે બિહારીના દર્શન માટે પોતાનું આધાર કાર્ડ બતાવીને દર્શન કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જલ્દી જ શરૂ થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ