બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Many Come To My House, Is This Enough To Arrest Chief Minister": Arvind Kejriwal

દિલ્હી / 'અસલી કૌભાંડ તો તપાસ બાદ થયું', કેજરીવાલનો ધડાકો, જાતે વકીલ બનીને કોર્ટમાં ખૂબ બોલ્યાં

Hiralal

Last Updated: 03:47 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે આજે કોર્ટમાં જજ સામે ખુદ દલીલો કરી હતી.

દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે આ કેસમાં આજે ચુકાદો અનામત રાખ્યો હતો એટલે કે કેજરીવાલને જામીન આપવા કે નહીં તે અંગે કોર્ટ કોઈ નિર્ણય કરી શકી નથી. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા. 

મારી ધરપકડ કેમ થઈ? કેજરીવાલે જજ સામે ખુદ કરી દલીલો 
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે  ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.

100 કરોડનું કૌભાંડ થયું તો પૈસા ક્યાં ગયા? કેજરીવાલ
કેજરીવાલે કોર્ટને એવું પણ કહ્યું કે જો 100 કરોડનું કૌભાંડ થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા. 

28 માર્ચે કેજરીવાલે દારુ કૌભાંડમાં ખુલાસો કરશે-સુનિતા કેજરીવાલ 
અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી 28 માર્ચે કોર્ટમાં "મોટો ખુલાસો" કરશે. સુનીતા કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ વિશે સત્ય જણાવશે અને પુરાવા પણ રજૂ કરશે.

21 માર્ચે થઈ હતી ધરપકડ 
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઇડીએ દારૂના કૌભાંડના આરોપોના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ સતત 9 સમન્સની અવગણના કર્યા બાદ ઈડીએ ધરપકડ કરી હતી. બીજા દિવસે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને 28 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી અપાયાં હતા અને આજે રિમાન્ડ પૂરા થતાં આજે ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ