બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Manipur riots: NEET PG 2023 exams are postponed in Manipur, NTA will announce new dates soon

દેશ / હિંસાને કારણે અહીં થઈ ગઈ NEET-UGની પરીક્ષા સ્થગિત, નવી તારીખોનું ટૂંક સમયમાં એલાન

Vaidehi

Last Updated: 06:09 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET UG 2023 : મણિપુરમાં આરક્ષણ વિવાદમાં ફેલાયેલા હિંસક માહોલને લીધે 7 મેનાં રોજ થનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET સ્થગિત કરી દેવામાં આવી છે.

  • મણિપુરમાં NEET UG 2023 પરીક્ષા સ્થગિત
  • રાજ્યમાં હિંસાનાં વાતાવરણને ધ્યાનમાં લેતાં લેવાયો નિર્ણય
  • શિક્ષણ રાજ્યમંત્રી રંજનસિંહે આપી માહિતી

Manipur violence news: મણિપુરમાં આરક્ષણ વિવાદને લઈને રાજ્યભરમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના લીધે 7 મેનાં રોજ થનારી મેડિકલ પ્રવેશની પરીક્ષા NEET PG 2023ને સ્થગિત કરી દેવામાં આવી છે. જે પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર મણિપુરમાં છે તેમની પરીક્ષા 7 મેનાં રોજ નહીં થાય. નેશનલ ટેસ્ટિંગ એજન્લી NTA ટૂંક જ સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે. શિક્ષણ રાજ્યમંત્રી ડો.રાજકુમાર રંજનસિંહે NTAને પત્ર લખીને મણિપુરની સ્થિતિને ધ્યાનમાં રાખતાં પરીક્ષાને રીશિડ્યૂલ કરવાનું સૂચન આપ્યું હતું.

શિક્ષણ રાજ્યમંત્રીએ આપી માહિતી
મંત્રી રાજકુમાર રંજનસિંહે નીટનાં સ્થગિત થવા પર કહ્યું કે' મણિપુરની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં મેં નીટની પરીક્ષાને પોસ્ટપોન કરવાનું સૂચન આપ્યું હતું. રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી ન શકે. નવી પરીક્ષાની તારીખ ટૂંક જ સમયમાં જાહેર થશે. મણિપુરનાં 2 પરીક્ષા કેન્દ્રો પર 5751 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતાં. NTAએ મણિપુરનાં પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા સ્થગિત રાખવાની નોટિફિકેશન મોકલી દીધેલ છે.'

મણિપુરમાં હિંસાનો માહોલ
મણિપુરમાં મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિની કેટેગરી સામેલ કરવાની માંગને લઈને રાજ્યમાં હોબાળો થયો છે. જણાવી દઈએ કે આદિવાસી જૂથો દ્વારા મેઇતેઇ સમુદાયને એસટીમાં સમાવવાની માંગ સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને એ કારણે 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

શા માટે હિંસા ભડકી?
રાજ્યની આબાદીમાં 53% બિનઆદીવાસી મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનાં દરજ્જાની માંગની સામે ચુરાચાંદપુર જિલ્લાનાં તોરબંગ વિસ્તારમાં ઓલ ટ્રાઈબલ સ્ટૂડેન્ટ યૂનિયન મણિપુર દ્વારા બોલાવવામાં આવેલ 'આદિવાસી એકજૂટતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ભડકી ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ