બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man order bread from blinkit app found rat inside bread packet know how company react

OMG! / બ્રેડના પેકેટમાં નીકળ્યો ઉંદર! એ પણ જીવતો, Blinkitથી ઓર્ડર આપીને શખ્સ પસ્તાયો

Published By: Malay

Last Updated: 04:10 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી એપ દ્વારા બ્રેડ મંગાવી, એક વ્યક્તિને તે બ્રેડના પેકેટમાં ઉંદર મળ્યો છે. આ ઘટનાને લઈ સોશિયલ મીડિયામાં તસવીરો પણ વાયરલ થઈ છે.

  • બ્લિંકિટ એપ પરથી વ્યક્તિએ બ્રેડનું પેકેટ મંગાવ્યું હતું
  • પેકેટ તેની પાસે આવ્યું તો તેમાં ઉંદર જોઈને તે દંગ રહી ગયો
  • ફરિયાદ બાદ બ્લિંકિટે પાર્ટનર સ્ટોર સામે કાર્યવાહી કરી છે

બ્લિંકિટ અને જેપ્ટો જેવી એપ્લિકેશને આપણા દરરોજના જીવનમાં આપણી સગવડતાઓમાં ઘણો વધારો કર્યો છે. જો કે ઘણી વખત એવી વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચે છે, જેમાં બેદરકારી સામે આવે છે. આવો જ એક કિસ્સો બ્લિંકિટ દ્વારા સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.   ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી એપ દ્વારા બ્રેડ ઓર્ડર કર્યા પછી, એક વ્યક્તિને તે બ્રેડના પેકેટમાં ઉંદર મળ્યો છે.

FILE PHOTO

બ્રેડના પેકેટમાંથી ઉંદર મળ્યો
નિતિન અરોરા નામના વ્યક્તિને બ્રેડના પેકેટમાંથી ઉંદર મળ્યો, જેની ફરિયાદ બાદ બ્લિંકિટે પાર્ટનર સ્ટોર સામે કાર્યવાહી કરી છે. નિતિને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બ્રેડના પેકેટની તસવીર શેર કરી છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. ટ્વિટર પર નિતિને જણાવ્યું છે કે તેણે બ્લિંકિટ એપ પરથી બ્રેડનું પેકેટ મંગાવ્યું હતું. જ્યારે પેકેટ તેની પાસે આવ્યું તો તેમાં ઉંદર જોઈને તે દંગ રહી ગયો. પેકેટની અંદર એક જીવતો ઉંદર હતો.

10 મિનિટમાં આવો સામાન આવે છે, તો....
નિતિન અરોરાએ ટ્વીટ કર્યું, "બ્લિંકિટ સાથેનો ભયાનક અનુભવ. 1 ફેબ્રુઆરી 2023ના રોજ બ્રેડનું પેકેટ ઓર્ડર કર્યું હતું,   જેની અંદરથી એક જીવતો ઉંદર ડિલિવરી કરવામાં આવ્યો. આ આપણા બધા માટે ચિંતાજનક છે. જો માત્ર 10 મિનિટની ડિલિવરીમાં આવો સામાન આવે છે તો હું થોડા કલાકો વધુ રાહ જોવાનું પસંદ કરીશ. 

આ વ્યક્તિની ફરિયાદ પર કંપનીએ આપ્યો જવાબ
બ્રેડના પેકેટમાં જીવતા ઉંદરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કંપનીએ પોતાનો જવાબ આપ્યો હતો. બ્લિંકિટે નીતિન અરોરાના ટ્વીટનો જવાબ આપતા કહ્યું, "હલ્લો નિતિન આ તે અનુભવ નથી,   જે અમે ઈચ્છતા હતા કે તમને મળે.   કૃપા કરીને આ બાબતની તપાસ કરવા માટે તમારો રજિસ્ટર્ડ નંબર અથવા ઓર્ડર આઈડી મેસેજ દ્વારા શેર કરો. બાદમાં બ્લિંકિટે જાણકારી આપી કે તેણે પાર્ટનર સ્ટોરને ડી-લિસ્ટ કરી દીધો છે અને કંપની સ્ટોરના માલિક સાથે તપાસ કરી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

blinkit app found rat inside bread packet man order bread બ્રેડના પેકેટમાં ઉંદર બ્રેડના પેકેટમાં નીકળ્યો ઉંદર rat inside bread packet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ