બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Mahila College of Rajkot has developed a software based system in which a direct message reaches the parents' mobile after punching

VTV સ્પેશ્યલ / માતા-પિતાની ચિંતા ઘટાડવા રાજકોટની કણસાગરા મહિલા કોલેજે વિકસાવી અનોખી સિસ્ટમ, વાલીઓ થઇ જાય છે હળવાફૂલ

Vishal Khamar

Last Updated: 06:53 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતા-પિતાને ચિંતામાંથી મુક્ત કરવા માટે રાજકોટની મહિલા કોલેજ દ્વારા એક ખાસ સોફ્ટવેર સિસ્ટમ વિકસાવી છે. જેમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કોલેજમાં પહોંચે ત્યારે તેમજ છૂટ્યા બાદ સિસ્ટમમાં પંચિંગ કરે તેનો મેસેજ સીધો વાલીને મોબાઈલમાં ઓટોમેટિક પહોંચી જાય છે.

  • રાજકોટની મહિલા કોલેજ વિકસાવી અનોખી સિસ્ટમ
  • વાલીઓની ચિંતા ઓછી કરવા એક ખાસ સોફ્ટવેર આધારિત સિસ્ટમ વિકસાવી
  • પંચીંગ મશીનમાં વિદ્યાર્થીની પંચ કરે એટલે તરત જ મેસેજ સીધો વાલીનાં મોબાઈલમાં ઓટોમેટિક જાય

 રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કણસાગરા મહિલા કોલેજે વિકસાવી સિસ્ટમ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીની દરેક વાલીને ચિંતા રહેતી હોય છે. તે કોલેજમાં પહોંચી કે કેમ, કોલેજથી કેટલા વાગ્યે છૂટી વગેરે. શહેરની કણસાગરા મહિલા કોલેજ દ્વારા વાલીઓની ચિંતા ઓછી કરવા એક ખાસ સોફ્ટવેર આધારિત સિસ્ટમ વિકસાવી છે જેમાં વિદ્યાર્થિની જ્યારે કોલેજમાં પ્રવેશે ત્યારે અને કોલેજમાંથી છૂટે ત્યારે સિસ્ટમમાં પંચ કરે છે જેથી દીકરી ક્યારે કોલેજમાં પહોંચી અને ક્યારે કોલેજથી છૂટી તેનો મેસેજ સીધો વાલીને મોબાઈલમાં ઓટોમેટિક મોકલાય જાય છે.

પંચિંગ કર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવવા-જવા અંગેની મેસેજ મોકલી દેવામાં આવે છે
ર્ડો રાજેશ કાલરીયા પ્રિન્સિપાલ જણાવે છે કે કોલેજમાં આવી ચાર સિસ્ટમ છે અને કોલેજની કુલ 2800 વિદ્યાર્થિનીને આ સિસ્ટમમાં હજારી પૂરવાના કાર્ડ અપાયા છે જેનાથી તેઓ કોલેજમાં આવતી અને જતી વખતે પંચિંગ કરે છે. પંચિંગ કર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવવા-જવા અંગેની મેસેજ મોકલી દેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થિની કોલેજ બંક કરી હશે તો વાલીને ગેરહાજર રહ્યાનો મેસેજ જશે. કણસાગરા મહિલા કોલેજે આ પ્રકારની સિસ્ટમ વિકસાવીને વાલીઓની ચિંતા ઓછી કરી છે. હાલ દરેક વાલીઓને દીકરીઓને કોલેજ પહોંચ્યાનો અને કોલેજથી છૂટ્યા સમય-તારીખ સાથેનો મેસેજ પહોંચી જાય છે.આ સિસ્ટમ બીસીએસ ના વિધાર્થીએ બનાવ્યો છે અને  150000 ખર્ચ આવ્યો હતો. હાલમાં મેસેજ સાથે દર મહિને 5000 ખર્ચ આવે છે.

તમામ યુનિવર્સિટીમાં તેમજ કોલેજમાં આ સિસ્ટમ મુકવાની જરૂર છે
હેતલ  ઉમેશભાઈ ચૌહાણ સાથે વાત કરતા જણાવે છે કે મારી દીકરી ભણે છે કોલેજ તરફથી સવારે અને બપોરે મેસેજ મળી જાય છે પતિ પત્ની બને નોકરી કરીયે છી ઘરે ના હોઈ પણ મેસેજ વાંચી લઈ છીએ. ખરેખર આ સિસ્ટમ યુનિવર્સિટી તેમજ બધી જ કોલેજમાં મુકવાની જરૂર છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ