બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / maharashtra nagar panchayat election results live updates bjp wins maximum ncp shivsena
Last Updated: 10:45 AM, 20 January 2022
ADVERTISEMENT
ભાજપ અને એનસીપીની વચ્ચે ભારે ટક્કર રહી
મહારાષ્ટ્રના પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો. વધારેમાં વધારે સીટ જીતવા માટે ભાજપ અને એનસીપીની વચ્ચે ભારે ટક્કર રહી. 106 નગર પંચાયતો અને 2 જિલ્લા પરિષદો માટે ચૂંટણીમાં ભાજપે નગર પંચાયતોમાં સૌથી વધારે 416 સીટો જીતી. આ બાદ એનસીપીએ 378 સીટ જીતી.
ADVERTISEMENT
ચૂંટણી ફરીથી સંકેત આપે છે કે ભાજપે વધારે જમીન નથી ગુમાવી
ત્યારે એનસીપીએ 25 નગર પંચાયતોમાં જીત મેળવી છે અને તે બાદ ભાજપે 24 પર જીત મેળવી. જ્યારે શિવસેના અને કોંગ્રેસને ક્રમશઃ ત્રીજા અને ચૌથા સ્થાન પર ધકેલી દેવામાં આવ્યા. ત્રણ સત્તારુઢ દળે સામૂહિક રુપથી 60થી વધારે મેળવ્યા છે. ચૂંટણી ફરીથી એ સંકેત છે કે ભાજપે વધારે જમીન નથી ગુમાવી અને એમવીએ ભાગીદારીએ એક સાથે રહેવું પડશે કેમ કે તે સત્તા ઈચ્છે છે.
ADVERTISEMENT

93 નગર પંચાયતોમાં 336 સીટો માટે મતદાન થયુ હતુ
ADVERTISEMENT
આ પરિણામથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ઓબીસી સ્થાનીય કોર્પોરેશન માં રાજનીતિક આરક્ષણ ગુમાવવા પર MVA પર દુઃખી નથી. રાજ્ય ચૂંટણી આયોગે ઓબીસી આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 106 નગર પંચાયતો, 2 જિલ્લા પરિષદો, 15 પંચાયત સમિતિઓમાં બે ચરણોમાં 1802 સીટો માટે 21 ડિસેમ્બર અને 18 જાન્યુઆરીએ મતદાન કરાવ્યુ. અનુસૂચિત જાતિએ 15 ડિસેમ્બરે ઓબીસી માટે આરક્ષિત સીટોના ડી- રિઝર્વ કરવાના નિર્ણય બાદ સામાન્ય શ્રેણી ડી રિઝર્વ સીટો માટે 93 નગર પંચાયતોમાં 336 સીટો માટે મતદાન થયુ હતુ.
ભાજપે સૌથી વધારે 416 સીટો જીતી, તે બાદ એનસીપીએ 378, શિવસેનાએ 301 સીટો જીતી, જ્યારે કોંગ્રેસે 297 સીટો જીતી ચૌથા સ્થાન પર રહી. આમાંથી 24 પર ભાજપનું શાસન હશે. જ્યારે શિવસેના અને કોંગ્રેસે ક્રમશઃ 14થી 18 બોડી પર જીત મેળવી છે.
ADVERTISEMENT

ભાજપ હજું પણ સ્થાનીય સ્તર પર મજબૂત છે
ADVERTISEMENT
જોકે ત્રણ પાર્ટીઓની મળીને ભાજપની સીટો વધારે છે. ત્રણ સત્તારુઢ દળોનું સંગઠન મળીને ભાજપાના 976 બનામ 416 છે. આનાથી ખબર પડે છે કે ભાજપ હજું પણ સ્થાનીય સ્તર પર મજબૂત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.