બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / Politics / lok Sabha elections 2024 bjp meeting in central office leaders will present report card
ADVERTISEMENT
મિશન 2024: ભાજપાનાં કેન્દ્રીય કાર્યાલયમાં આજે 13 નવેમ્બરનાં રોજ મોટી બેઠક યોજવા જઇ રહી છે. આ બેઠકમાં 2024માં થનારી લોકસભાની ચૂંટણીને લઇને રણનિતી બનાવવામાં આવશે. આ બેઠકમાં તમામ મોર્ચાનાં અધ્યક્ષ જોડાશે અને પોતાનાં અત્યાર સુધીનાં રેકોર્ડ્સ રજૂ કરશે. આ સાથે જ કેન્દ્રીય સંગઠન મંત્રી બીએલ પણ આ બેઠકમાં જોડાઇ શકે છે. ગુજરાત વિધાનસભા અને દિલ્હીમાં થનારી એમસીડીની ચૂંટણીને લઇને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આવનારી ચૂંટણીઓને લઇને BJP એલર્ટ
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં બીજેપી વારંવાર બેઠકો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસો ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીઓને લઇને વિવિધ રાજનૈતિક ખેલ પાર્ટી દર્શાવી રહી હતી. વિપક્ષી દળ હવે બીજેપીને હરાવવા માટે એકસાથે ઊભા રહેવાની યોજનાઓ ઘડી રહી છે ત્યારે બીજેપી મિશન મોડમાં આવી છે.
ADVERTISEMENT
ખુરશીની રેસ શરૂ
એક તરફ કોંગ્રેસ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇને ભારત જોડો આંદોલન કરી રહી છે તો બીજી તરફ બીજેપી પણ લગાતાર રણનિતીઓ બનાવી રહી છે. પીએમ મોદીની મેદા રેલીની યોજના પણ બનાવવામાં આવી રહી છે.
લોકસભા ઇલેક્શનને લઇને બની રહી છે રણનિતીઓ
લોકસભા ઇલેક્શન 2024ને લઇને રાજનૈતિક માહોલ ધીરે-ધીરે એક્શનમાં આવી રહ્યું હોય તેવું લાગે છે. વિખરાયેલ વિપક્ષીઓ પણ એકજૂથ થવાની યોજનાઓ ઘડી રહ્યાં છે. મિશન 2024 અંતર્ગત નીતીશકુમાર પણ થોડાં સમય પહેલાં દિલ્હી પ્રવાસે ગયાં હતાં. નીતીશે તમામ વિપક્ષી નેતાઓની મુલાકાત લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.