બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / lemon tomato housewives taste of food in the kitchen will fade

ભાવ લાલચોળ / પહેલા લીંબુ, હવે ટમેટાનો વારો : ગૃહિણીઓને વધુ એક ફટકો, રસોડામાં ભોજનનો સ્વાદ પડશે ફિક્કો!

Kishor

Last Updated: 12:26 AM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબુ બાદ હવે ટામેટાના ભાવ ખાટા થયા છે લીંબુના ભાવમાં માંડ આંશીક રાહત મળી ત્યારે હવે ટામેટાની કિંમતો આસમાને પહોંચતા ભોજનનો સ્વાદ ફિક્કો પડયો છે.

  • ગૃહિણીઓને વધુ એક ફટકો 
  • મરચાં, લીંબુ બાદ હવે ટામેટાના ભાવ આસમાને 
  • ટામેટાની કિંમત વધતા લોકોએ ઘટાડી ખરીદી

રોટી, કપડા અને મકાન આ ત્રણ વસ્તુ સામાન્ય જનતા માટે મહત્વની છે. આજના જમાનામાં મકાન ખરીદવું તો મુશ્કોલ થઈ ગયું છે. પણ મોંઘવારીના મારને પગલે પેટનો ખાડો પુરવો પણ સામાન્ય માણસ માટે મુશ્કેલ બની ગયુ છે. મોંઘવારીના ધીમા ઝેરને લીધે પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવ અને હવે શાકભાજીની ભાવ આસમાનને આંબી ગયા હોવાથી સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવ્યા છે. પહેલા મરચા, ત્યાર બાદ લીંબુ અને હવે ટામેટાના ભાવ લાલચોળ થયા છે. ટામેટાની કિંમત રિટેઈલ માર્કેટમાં 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે.  છેલ્લા પાંચ મહિનામાં ટામેટાના ભાવ બમણા થઈ ગયા છે.

5 મહિનામાં કોટલા વધ્યા ભાવ?
બજારમાં વર્ષની શરૂઆતમાં ટામેટાની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો હતી. જેમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે ટામેટાની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયાએ પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ મહિનામાં ટામેટાની કિંમત જોઈએ તો જાન્યુઆરીમાં 30 રૂપિયા પ્રતિકિલો, ફેબ્રુઆરીમાં કિંમત વધીને 40 રૂપિયા પર સ્થિર થયા બાદ માર્ચમાં 50 રૂપિયા, એપ્રિલમાં વધીને 60 રૂપિયા કિંમત થઈ હતી અને મે મહિનામાં કિંમત વધીને 80 રૂપિયા સુધી પહોંચી છે. ટામેટાની કિંમત વધતા હવે વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે. ટામેટાની કિંમત વધતા લોકોએ ટામેટાની ખરીદી ઘટાડી દીધી છે. વેપારીઓના મતે ગુજરાતમાં માર્ચ મહિમાં ટામેટાનું વાવેતર થતું નથી. આ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેષ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટામેટાની આયાત થાય છે. જોકો આ વર્ષે ત્યાં પણ ટામેટાનું ઉત્પાદન ઓછું થતાં આયાત ઘટી છે જેના કારણે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.
વેપારીઓના મતે હોલસેલ માર્કેટમાં ટામેટા 45થી 60 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. હવે ચોમાસાના આગમાન બાદ જ કિંમતમાં ઘટાડો થઈ શકે તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ