બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know process to check whether current mobile number is linked with aadhaar

કામની વાત / શું તમારું આધાર મોબાઇલ સાથે લિંક છે કે નહીં? જાણવા માટે તુરંત ફૉલો કરો આ સ્ટેપ્સ

Bijal Vyas

Last Updated: 03:53 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર જાણવા ઈચ્છો છો, તો તમે તેને સરળતાથી શોધી શકો છો. UIDAIએ આ માટે કેટલાક સરળ સ્ટેપ જણાવ્યા છે.

  • ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ આધાર કાર્ડ છે
  • આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને ટ્રેસ કરવો ખૂબ જ સરળ છે
  • આ રીતે આધારમાં મોબાઇલ નંબંર કરી શકશો અપડેટ 

Aadhaar Linked Mobile Number: હાલ આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, તેથી જ આધારમાં દાખલ કરેલી તમામ વિગતોને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે એ જાણવું જરૂરી છે કે તમારો કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે. નોંધનીય છે કે આધારની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂર છે.

આધારથી લિંક મોબાઇલ નંબર વિશે લો જાણકારી
આધાર જાહેર કરતી સંસ્થા UIDAIએ જણાવ્યું છે કે, આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને ટ્રેસ કરવો ખૂબ જ સરળ છે. આ માટે આધાર કાર્ડ ધારકોએ myAadhaar Portal અને mAadhaar એપનો ઉપયોગ કરવો પડશે. આની મદદથી તમે આધારથી લિંક નંબર સરળતાથી જાણી શકશો. નોંધનીય છે કે જો કોઈ નંબર આધાર સાથે લિંક નથી અથવા તમારે નવો નંબર અપડેટ કરવો છે, તો તમે માત્ર 50 રૂપિયાની ફી ભરીને આ કામ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.

લિંક મોબાઇલ નંબરની આ રીતે લો જાણકારીઃ
1. આ માટે તમે યુઆઇડીએઆઇની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
2. અહીં Verify Email/Mobile Number પર ક્લિક કરો
3. ત્યાર બાદ તમારે બીજા પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તમારે  Verify Mobile Number પર ક્લિક કરવાનું રહેશે.
4. ત્યાર બાદ તમારે 12 ડિજિટનો આધાર નંબર નોંધવાનો રહેશે.
5. આગળ તમારે કેપ્ચા એન્ટર કરવુ પડશે અને જો તમારો નંબર નાખ્યો હશે તો તે દેખાશે અને જો નહીં આપો તો નંબર દેખાશે નહીં. આવી સ્થિતિમાં, તમે અહીંથી સરળતાથી માહિતી મેળવી શકો છો.

મફતમાં થઈ જશે આધારમાં સુધારા, 15 જુન પછી ચુકવવા પડશે 100 રુપિયા, આધાર  ઓથોરિટીએ આપી છૂટ / Aadhaar update free: Your Aadhaar can be updated without  spending money till June 14, how will you ...

આધારથી લિંક મોબાઇલ નંબરને કેવી રીતે કરવુ અપડેટ 
નોંધનીય બાબત એ છે કે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂરી છે. તેને અપડેટ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. આધાર કેન્દ્રની મુલાકાત લઈને માત્ર બાયોમેટ્રિક માહિતી દાખલ કરવાની રહેશે. આ પછી, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને સરળતાથી માહિતી અપડેટ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ