બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / kisan vikas patra yojana benefit interest rate

કામની વાત / થોડાં જ મહિનામાં પૈસાને ડબલ કરવાની છે ગણતરી! તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, ને પછી જુઓ

Bijal Vyas

Last Updated: 07:08 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા ભાગના મધ્યમ વર્ગના લોકો તેમના નાણાંનું રોકાણ એવી જગ્યાએ કરવાનું પસંદ કરે છે, તો જાણો આ સરકારી યોજના વિશે જેમાં વળતર પણ સારુ મળશે...

  • આ સ્કીમમાં થોડા સમયમાં  પૈસા બમણા થશે
  • આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો
  • આ યોજનામાં પૈસા 115 મહિનામાં બમણા થઈ જાય છે

Kisan Vikas Patra Yojana:મોટાભાગના લોકો પોતાની બચત પર સારા વળતરની આશા રાખે છે. દેશમાં એક મોટી વસ્તી મધ્યમ વર્ગની છે. મોટા ભાગના મધ્યમ વર્ગના લોકો તેમના નાણાંનું રોકાણ એવી જગ્યાએ કરવાનું પસંદ કરે છે જ્યાં તેઓ કોઈપણ પ્રકારના બજારના જોખમોનો સામનો ન કરે અને તેમની બચત પર સારું વળતર મળે.જો તમે પણ આવી જ સ્કીમ શોધી રહ્યા છો. તો આવો જાણીએ એક શાનદાર સરકારી યોજના વિશે વિશે...

આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમારે એકસાથે પૈસાનું રોકાણ કરવું પડશે. જો તમે થોડા મહિનાના સમયમાં તમારા પૈસા બમણા કરવા માંગો છો. તો તમે આ યોજનામાં તમારા પૈસા રોકાણ કરી શકો છો. આવો કિસાન વિકાસ પત્ર યોજના વિશે વિગતવાર જાણીએ -

વર્તમાન સમયમાં કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવા પર તમને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો કે, વધારેમાં વધારે રોકાણ રકમની મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

Topic | VTV Gujarati

તમે આ યોજનામાં રોકાણ કરો છો તે નાણાં 9 વર્ષ 7 મહિનામાં એટલે કે 115 મહિનામાં બમણા થઈ જાય છે. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં એકસાથે 7 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. તો તેવામાં  તમારા પૈસા 115 મહિનામાં 14 લાખ રૂપિયા થઈ જશે. દેશમાં ઘણા લોકો આ યોજનામાં રોકાણ કરી રહ્યા છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ દરનો લાભ મળે છે.

જો તમે તમારું ખાતું ખોલાવીને આ યોજનામાં રોકાણ શરૂ કરવા માંગો છો. આ કિસ્સામાં, તમારે નજીકની પોસ્ટ ઓફિસ શાખાની મુલાકાત લેવી પડશે. ત્યાં જઈને તમે તમારું ખાતું ખોલાવીને આ સ્કીમમાં સરળતાથી રોકાણ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ