બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Kirit Somaiya on his Viral Video says that he is innocent and requested fadnavis to investigate
ADVERTISEMENT
મહારાષ્ટ્રનાં ભાજપ નેતા કિરીટ સોમૈયાનો એક આપત્તિનજક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક મરાઠી ચેનલે પબ્લિશ કર્યો હતો અને આ ચેનલે દાવો કર્યો કે આ વીડિયો તેમના હાથ લાગ્યો છે. ભ્રષ્ટાચારની સામે હંમેશા લાલ આંખ કરતાં નેતા કિરીટ સોમૈયા પર ગંભીર આરોપો લાગ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તેવામાં પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે સોમૈયાએ ફડણવીસને લેટર લખ્યો હતો.
A video clip of me was shown on a news channel. Claimed that I have harrassed many women & many such video clips available & complaints received against Me
— Kirit Somaiya (@KiritSomaiya) July 18, 2023
I have never abused any woman
Request @Dev_Fadnavis to investigate such allegations and verify the authenticity of Videos pic.twitter.com/rR0l4nalOz
ADVERTISEMENT
ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસને લખ્યો લેટર
વીડિયો વાયરલ થયાં બાદ કિરીટ સોમૈયાએ ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસને એક લેટર લખ્યો જેમાં તેમણે આ વીડિયોને Fake કહ્યો. તેમણે કહ્યું કે," આ બધું તેમની પ્રતિષ્ઠા ખરાબ કરવાનાં ઈરાદાથી કરવામાં આવી રહ્યું છે.હું નિર્દોષ છું અને મેં અનેક મોટા ભ્રષ્ટાચારનાં ખુલાસા કર્યાં છે. આ જ કારણે મારી વિરુદ્ધમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે." તેમણે આ વીડિયોને લઈને ડેપ્યુટી CM ફડણવીસ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે.
ADVERTISEMENT
Maharashtra Deputy CM and Home Minister Devendra Fadnavis announced today in the Legislative Council that in the case of former MP Kirit Somaiya's viral video, the entire matter will be thoroughly investigated at the senior level, and no one will be spared.
— ANI (@ANI) July 18, 2023
He assured the House… pic.twitter.com/lKCNeVgpog
ADVERTISEMENT
કોંગ્રેસ નેતાઓ થયાં આક્રમક
વિધાન પરિષદમાં વિપક્ષ નેતા અંબાદાસ દાનવે (ઠાકરે જૂથ)એ કિરીટ સોમૈયાનાં મુદે કહ્યું કે મને કિરીટ સોમૈયાનાં સંબંધમાં અનેક ફરિયાદો મળી છે. અમે આ મુદાને યોગ્ય મંચ પર ઊઠાવવા જઈ રહ્યાં છીએ. મારા માટે ફરિયાદ કરનારી મહિલાઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે.
કોંગ્રેસની નેતા યશોમતિ ઠાકુરે કહ્યું કે ભાજપ હંમેશા નૈતિકતાની વાત કરે છે. હવે તેમણે કિરીટ સોમૈયાની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
શરદ પવાર જૂથનાં NCP નેતા વિદ્યા ચવ્હાણે કહ્યું કે જ્યારે કિરીટ સોમૈયા પોતે અશ્લીલ હરકતો કરી ચૂક્યાં છે તો તેમને બીજા પર કાદવ ઊછાળવાનો કોઈ અધિકારી નથી.
लोकशाही @LokshahiMarathi या मराठी वृत्तवाहिनीनं भाजपचे नेते डॉ. किरीट सोमय्या यांचा एका महिलेसोबतचा आक्षेपार्ह अवस्थेतील व्हिडिओ चॅट सर्वांसमोर आणल्याबद्दल त्यांचे आभार !!
— Adv. Yashomati Thakur (@AdvYashomatiINC) July 18, 2023
अनेक नेत्यांवर तथ्यहीन आरोप करून खळबळ माजविण्याचा प्रयत्न करणाऱ्या सोमय्यांचा खरा चेहरा यानिमित्तानं… pic.twitter.com/AgNsB0UyAt
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.