બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kamaal R Khan Arrested, Sent to 14 Days Judicial Custody on Charges of Sexual Harassment

BIG NEWS / વધુ એક કેસમાં ફસાયો બૉલીવુડનો ખાન, ફિટનેસ ટ્રેનરે લગાવ્યો છેડતીનો આરોપ

Megha

Last Updated: 11:08 AM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા દિવસોમાં વિવાદાસ્પદ ટ્વીટ કરીને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા પછી કમાલ આર ખાન હવે નવી મુશ્કેલીમાં ફસાયા છે. KRK પર છેડતીનો આરોપ લાગ્યો છે.

  • KRK પર છેડતીનો આરોપ લાગ્યો
  • 3 વર્ષ જૂના કેસમાં ફસાયા KRK
  • વિવાદાસ્પદ ટ્વીટને કારણે પણ મુશ્કેલીમાં મુકાયા હતા KRK

એક્ટર અને ફિલ્મ ક્રિટીક કમાલ આર ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. ગયા દિવસોમાં વિવાદાસ્પદ ટ્વીટ કરીને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા પછી કમાલ આર ખાન હવે નવી મુશ્કેલીમાં ફસાયા છે. KRK પર છેડતીનો આરોપ લાગ્યો છે.

છેડતીનો આરોપ 
થોડા દિવસ પહેલા જ KRK ને બે વર્ષ જૂના વિવાદાસ્પદ ટ્વીટને કારણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે કમાલ આર ખાન KRK ની મુંબઈની વર્સોવા પોલીસે ત્રણ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી છે. શનિવારે વર્સોવા પોલીસે ફિટનેસ ટ્રેનરની છેડતી કરવા બદલ કમાલ આર ખાનની ધરપકડ કરી હતી. તેને રવિવારે હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કેઆરકેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જો કે આ કેસ 2019નો છે અને ફિટનેસ ટ્રેનરે 2021ના મધ્યમાં KRK વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. ટ્રેનરે કહ્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં કમાલ આર ખાન KRK ના કનેક્શનથી ડરતી હતી અને એટલા માટે તેને ઘટના પછી તરત જ પોલીસનો સંપર્ક કર્યો ન હતો. 

3 વર્ષ જૂના કેસમાં ફસાયા KRK
KRK પર સેક્સ્યુઅલ ફેવર માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કમાલ આર ખાને જાન્યુઆરી 2019ના પહેલા અઠવાડિયામાં જ ફરિયાદી પાસેથી સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી હતી. આ સિવાય કેઆરકે એ ફરિયાદીનો બળજબરીથી હાથ પકડવાનો પણ આરોપ છે. પીડિતાની ફરિયાદ પર વર્સોવા પોલીસે જૂન 2021માં KRK વિરુદ્ધ IPCની કલમ 354 (A) અને 509 હેઠળ કેસ નોંધ્યો હતો.  આ કેસમાં વર્સોવા પોલીસે કમાલ રાશિદ ખાનની ધરપકડ કરી છે. 

વર્સોવા પોલીસે 24મી એમએમ કોર્ટ, બોરીવલી કોર્ટના ટ્રાન્સફર ઓર્ડર પછી તેની ધરપકડ કરી હતી. વર્સોવા પોલીસે રવિવારે જણાવ્યું હતું કે - કમાલ રાશિદ ખાનને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 

વિવાદાસ્પદ ટ્વીટને કારણે પણ મુશ્કેલીમાં મુકાયા KRK
30 ઓગસ્ટના રોજ બોરીવલી કોર્ટ દ્વારા KRKને જ્યુડીશલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ કિસ્સામાં બે વર્ષ જૂના વિવાદાસ્પદ ટ્વીટના કારણે મુંબઈ પોલીસે KRKની ધરપકડ કરી હતી. મલાડ પોલીસે કમાલ આર ખાનને એરપોર્ટ પરથી અટકાયતમાં લઈને પૂછપરછ કરી તેની ધરપકડ કરી હતી. કેઆરકે વિરુદ્ધ આ ફરિયાદ યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ