બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / IT Department records statement from robert vadra for alleged money laundering case

પૂછપરછ / પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ઓફિસે IT ડિપાર્ટમેન્ટના ધામા; આ મોટા કેસમાં પૂછપરછ ચાલુ

Published By: Shalin

Last Updated: 03:34 PM, 4 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેનામી સંપત્તિના મામલામાં સોમવારે IT વિભાગના અધિકારીઓએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાનું નિવેદન નોંધ્યું હતું.

તપાસ સાથે સંકળાયેલા IT વિભાગના સૂત્રએ ન્યુઝ એજન્સી ANIને માહિતી આપી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે બેનામી સંપત્તિના મામલે નિવેદન નોંધવા માટે IT ટીમ સુખદેવ વિહાર સ્થિત રોબર્ટ વાડ્રાની ઓફિસ પહોંચી છે.

1.9 મિલિયન પાઉન્ડની કિંમતના મકાન ખરીદવા બદલ મની લોન્ડરિંગનો આરોપ

રોબર્ટ વાડ્રા પર લંડનના બ્રાયનસ્ટન સ્ક્વેરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતના મકાન ખરીદવા બદલ મની લોન્ડરિંગનો આરોપ છે. વાડ્રા હાલમાં આગોતરા જામીન પર બહાર છે. IT વિભાગ સિવાય એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) મની લોન્ડરિંગ (PMLA) ની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહ્યું છે.

IT વિભાગે આ અગાઉ નિવેદન નોંધવા માટે રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે પછી તેમણે કોરોનાવાયરસ મહામારીને કારણે નિવેદન નોંધ્યું ન હતું.

EDએ આર્મ્સ ડીલર સંજય ભંડારી સામે નવો મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો

નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઇમાં ED એ રોબર્ટ વાડ્રા સાથે નિકટના સંબંધો ધરાવતા આર્મ્સ ડીલર સંજય ભંડારી સામે નવો મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો. આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેસના આધારે નોંધવામાં આવ્યો હતો જે કેસમાં તપાસ એજન્સીએ તે જ મહિનામાં ONGC, સંજય ભંડારી અને કેટલાક અન્ય લોકો સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ દાખલ કર્યો હતો.

રોબર્ટ વાડ્રાની નજીકના મનોજ અરોરા સામે પણ કેસ નોંધ્યો

આ પ્કેરિયંકા સ બીકાનેર જિલ્લાના કોલાયત વિસ્તારમાં 275 વીઘા જમીનની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. ED આ મામલાની તપાસ કરી રહ્યું છે. EDએ લંડનના ફ્લેટ મુદ્દે રોબર્ટ વાડ્રાની નજીકના મનોજ અરોરા સામે કેસ નોંધ્યો હતો. EDનો આરોપ છે કે આ ફ્લેટ મનોજ અરોરાને બદલે રોબર્ટ્રા વાડ્રાનો છે. આ મિલકત વાડ્રાએ આર્મ્સ ડિલર સંજય ભંડારી પાસેથી 2010માં ખરીદી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ED IT department IT ડિપાર્ટમેન્ટ Priyanka Gandhi Vadra Robert Vadra પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડ્રા Priyanka Gandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ