બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Is Mohammed Shami joining BJP? Rumours swirl after Indian pacer's pics meeting Amit Shah go viral

ક્રિકેટથી રાજનીતિ / ટીમ ઈન્ડીયાનો આ ક્રિકેટર ભાજપમાં જોડાવાનો છે? અમિત શાહને મળતાં ઉપડી ચર્ચા, તસવીર વાયરલ

Hiralal

Last Updated: 06:28 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ભાજપમાં જોડાવાની ચર્ચા ઉપડી છે. શમી ગઈ કાલે ગૃહમંત્રી અમિત શાહને મળ્યો હતો જે પછી સોશિયલ મીડિયામાં ચર્ચા ઉપડી હતી.

  • મોહમ્મદ શમી ગૃહ મંત્રી અમિત શાહને મળ્યો
  • લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય તેવી ઉપડી ચર્ચા
  • વર્લ્ડ કપનો હીરો છે મોહમ્મદ શમી

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર મોહમ્મદ શમીએ દિલ્હીમાં એક ઉત્સવના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ કાર્યક્રમ ઉત્તરાખંડના પરંપરાગત તહેવાર ઇગાસ ઉત્સવ હતો, જેનું આયોજન ભાજપના નેતા અનિલ બલુનીએ તેમના નિવાસસ્થાને કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલ પણ હાજર હતા. શાહ અને ડોભાલ સાથેની શમીની તસવીરોએ તેની સંભવિત રાજકીય એન્ટ્રી અને ભાજપ સાથેના જોડાણ અંગે અફવાઓ ફેલાવી છે. 

શમીએ શાહ અને ડોભાલ સાથે મુલાકાત કરી 
શાહ અને અજિત ડોભાલ સાથેની મુલાકાત બાદ શમીના રાજકારણ અને ભાજપમાં જોડાવાની અફવાઓએ જોર પકડ્યું છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્લ્ડ કપમાં શાનદાર દેખાવને બિરદાવવા માટે શમીના હોમટાઉન અમરોહામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની સરપ્રાઈઝ પ્લાનની જાહેરાત કરી હતી.

ફાઈનલ હાર બાદ શમીની પીએમ સાથેની તસવીર પણ વાયરલ 
ફાઈનલમાં ભારતની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શમીને ગળે મળવાની તસવીરે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી હતી. બલુનીની એગાસ પાર્ટીમાં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શમીને અમિત શાહના ખાસ આશીર્વાદ મળ્યા હતા. આ ઘટનાક્રમોએ શમીની સંભવિત રાજકીય કારકીર્દિ અંગે ઉત્સુકતા અને અટકળોને વધુ વેગ આપ્યો છે.

શમી કાર ચાલક મહિલાને બચાવી, વીડિયો થયો વાયરલ 
બીજી તરફ શમી રોડ એક્સિડન્ટમાં ભોગ બનેલી મહિલાને બચાવીને પણ ફેમસ થયો છે. શમીએ આ ઘટનાને વીડિયો પર રેકોર્ડ કરીને પોસ્ટ કર્યો હતો.  શમીએ તેની રાજકીય મહત્વાકાંક્ષાઓને સમર્થન આપ્યું નથી કે નકારી કાઢ્યું નથી, પરંતુ તેની તાજેતરની પ્રભાવશાળી રાજકીય હસ્તીઓ સાથેની મુલાકાતોથી ભારે અટકળો પેદા થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ સ્ટાર બોલર રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરે છે કે કેમ, પણ હાલ પૂરતું તેની ક્રિકેટિંગ સિદ્ધિ ગૌરવ અને આનંદનું કારણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ