બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 pakistan super league 2024 winner islamabad united prize money compare to ipl

સ્પોર્ટ્સ / IPL તો છોડો, WPL આગળ પણ ફીક્કી પડી ગઇ પાકિસ્તાન સુપર લીગ, જાણો પ્રાઇઝ મનીમાં કેટલી રકમ મળી?

Arohi

Last Updated: 12:57 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Super League 2024: પાકિસ્તાન સુપર લીગ 2024ની ટ્રોફી ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમે જીતી લીધી છે. ટીમે ફાઈનલમાં મુલ્તાન સુલ્તાંસની ટીમને 2 વિકેટથી મ્હાત આપી છે.

PSLની શરૂઆત 2016માં થઈ હતી ત્યાં જ IPL 2008માં શરૂ થઈ હતી. પાકિસ્તાન સુપર લીગ 2024ની સ્ટ્રોફી ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમે જીતી લીધી છે. ઈસ્લામાબાદની ટીમે ફાઈનલમાં મુલ્તાન સુલ્તાંસને 2 વિકેટે હરાવી છે. આવો જાણીએ કે IPL, WPL અને PSLની પ્રાઈઝ મનીમાં કેટલો ફેર છે? 

PSLમાં વિજેતાને મળે છે આટલા રૂપિયા 
પાકિસ્તાન સુપર 2024ની ટ્રોફી જીતનાર ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમને 4.13 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યાં જ રનરઅપ રહેનાર ટીમ મુલ્તાન સુલ્તાંનને 1.65 કરોડ રૂપિયા મળ્યા છે. ઈલ્સામાબાદ યુનાઈટેડે ત્રીજી વખતે પાકિસ્તાન સુપર લીગની ટ્રોફી જીતી છે. ટીમે લીગ સ્ટેજમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ઈસ્લામાબાદ માટે કેપ્ટન શાદાબ ખાને સારૂ પ્રદર્શન કર્યું અને તેમને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો. 

WPL 2024ની ટ્રોફી જીતવા પર RCBને મળ્યા 6 કરોડ રૂપિયા 
વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ જીતવા પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પ્રાઈઝ મની પર 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ત્યાં જ રનર અપ રહેનાર દિલ્ગી કેપિટલ્સની ટીમને પણ 3 કરોડ રૂપિયા પ્રાઈઝ મળી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ ગઈ સીઝનમાં પણ રનરઅપ રહી હતી. 

વધુ વાંચો: KL રાહુલ હવે એકદમ ફિટ છતાંય નહીં ઉઠાવી શકે આ મોટી જવાબદારી, IPL પહેલા આ ટીમને મોટો ઝટકો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

કેટલી છે IPLની પ્રાઈઝ મની
IPL 2023ની ટ્રોફી ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને જીતી હતી. ત્યારં સીએસકેની ટીમને પ્રાઈઝ મનીમાં 20 કરોડ રૂપિયા મળ્યા. ત્યાં જ લીગની રનર્સ અપ રહેનાર ટીમ ગુજરાત ટાઈટન્સને 13 કરોડ રૂપિયા ઈનામમાં આપવામાં આવ્યા હતા. આ કોઈ પણ ક્રિકેટ લીગમાં આપવામાં આવતી સૌથી મોટી રકમ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ