બ્રેકિંગ ન્યુઝ
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 CSKs great victory in the first match, 4R created a stir Mustafizurs storm
Vishal Dave
Last Updated: 11:59 PM, 22 March 2024
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆત થઇ ચૂકી છે. આજે આઇપીએલની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થઈ હતી..જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યુ હતું. . આ મેચમાં RCBએ CSKને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી અનુજ રાવતે સૌથી વધુ 48 રન અને દિનેશ કાર્તિકે 38 રન બનાવ્યા હતા. CSK તરફથી મુસ્તાફિઝુર રહેમાનને ચાર વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની શરૂઆત સારી રહી હતી અને કેપ્ટન ડુ પ્લેસીસ સાથે વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ડુપ્લેસિસે ખૂબ જ સારી બેટિંગ કરી અને 35 રનની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા. મુસ્તાફિઝુર રહેમાને એક જ ઓવરમાં ડુ પ્લેસિસ અને રજત પાટીદાર (0)ને આઉટ કર્યા હતા.
ADVERTISEMENT
ત્યારપછી દીપક ચહરે ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. બાદમાં, મુસ્તફિઝુરે વિરાટ કોહલી (21) અને કેમેરોન ગ્રીન (18)ની વિકેટ લઇને RCBની મુશ્કેલીઓ વધારી દીધી હતી.. અહીંથી અનુજ રાવત અને દિનેશ કાર્તિકે 95 રન જોડીને આરસીબીને 173/6 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું. CSK તરફથી મુસ્તાફિઝુર રહેમાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
RCBના 174 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી CSKના 4 R ચેન્નાઇ સુપર કિંગ્સને વિજય સુધી લઇ ગયા હતા.. આ 4R એટલે ઋતુરાજ, રચિત રવિન્દ્ર, રવિન્દ્ર જાડેજા અને રહાણે ( આંજિક્ય) ઋતુરાજે 15 બોલમાં 15 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. તો રચિત રવિન્દ્રએ માત્ર 15 બોલમાં શાનદાર 37 રન ફટકાર્યા હતા. ત્યારબાદ આવેલા આંજિક્ય રહાણેએ 19 બોલમાં 27 રન નોંધાવ્યા હતા, તો ડરેલ મિશેલ 18 બોલમાં 22 રન નોંધાવી આઉટ થયો હતો. પરંતુ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએબાજી સંભાળી હતી અને ચેન્નાઇ સુપર કિંગ્સને વિજય સુધી ખેંચી ગયા હતા. રવિન્દ્ર જાડેજા 17 બોલમાં 25 રન નોંધાવી અને શિવમ દુબે 28 બોલમાં 34 રન નોંધાવી અણનમ રહ્યા હતા..
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT