બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / IPL 2023 Virat Kohli Anushka Sharma Dance Video viral on social media

મનોરંજન / કોહલીને અનુષ્કા સાથે ડાન્સ કરવો ભારે પડ્યો, મોંઢામાંથી નીકળી ગઇ ચીસ, જુઓ VIDEO

Arohi

Last Updated: 03:21 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Anushka Sharma Dance Video: વિરાટ કોહલી IPL 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ રવિવારે તે રાજસ્થાન રોયલ્સના વિરૂદ્ધ પહેલા બોલમાં જ આઉટ થઈ ગયા. જોકે પત્ની અનુષ્કા સાથે ડાન્સ કરતા પણ તે આઉટ ઓફ ફોર્મ થઈ ગયા. બન્નેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

  • વાયરલ થયો અનુષ્કા-વિરાટનો વીડિયો 
  • વીડિયોમાં સાથે કરી રહ્યા છે ડાન્સ 
  • IPL 2023માં વિરાટ કરી રહ્યા છે શાનદાર પ્રદર્શન 

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ડાન્સ કર્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ ડાન્સ કરવામાં વિરાટના મોંઢામાંથી ચીશ નિકળી ગઈ છે. 

વિરાટ પત્ની અનુષ્કા શર્માની જેમ એક ડાન્સ પર પોતાનો ઘૂંટણ વાળીને ડાન્સ કરી રહ્યા હતા. ત્યાર બાદ તેમને ઘૂંટણમાં દુખાવો થયો અને તે કેમેરા ફ્રેમથી હટીને બહાર થઈ ગયા. વિરાટને અચાનક આમ થવાથી અનુષ્કા પોતાને હસવાથી રોકી નથી શકતી. 

વિરાટના ફેંસે અનુષ્કાને આપી દીધી સલાહ 
જણાવી દઈએ કે કોહલીનો આ વીડિયો જોઈ ફેંસ તેની પત્ની અનુષ્કાને સલાહ આપી રહ્યા છે. વિરાટ કોહલીના દુખથી ફેંસ ડરી ગયા. 

તેમણે કમેન્ટ કરી અનુષ્કા શર્માને કહ્યું કે તે વિરાટ કોહલી પાસે આ પ્રકારના વીડિયો ન કરાવે કાણ કે હજું આઈપીએલ બાકી છે અને તે ટૂર્નામેન્ટ બાદ તરત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ છે. 

ફેંસને થઈ વિરાટની ચિંતા 
આમ તો વિરાટ કોહલીએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે ટીમ ઈન્ડિયાના ઘણા પ્લેયર્સ ઈજાગ્રસ્ત છે. ટી20 વર્લ્ડ કપ પહેલા પણ રવીન્દ્ર જાડેજાને પણ મસ્તી કરતા ઈજા પહોંચી હતી જેના કારણે તે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા હવે જો વિરાટને કંઈ થાય તો ટીમ ઈન્ડિયા આ ઝટકાને સહન નહીં કરી શકે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ