બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Invest in gold! Biggest hike in prices to come, Ahmedabad jewelers predict

કેટલે પહોંચશે? / સોનામાં રોકાણ કરી લેજો! ભાવમાં આવશે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો, અમદાવાદના ઝવેરીઓનું ચમકીલું અનુમાન

Vishal Dave

Last Updated: 07:13 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં પણ સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. જવેલર્સ માલિકનું કહેવું છે કે આગામી સમયમાં સોનાનો ભાવ 70 હજારથી 75 હાજર સુધી નોંધાઈ શકે છે.

સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. જો તમે સોનું લેવાનું વિચારતા હોવ તો ભાવ જાણીને તમે પણ ચોંકી જશો. સ્થાનિક બજારમાં સોનાના ભાવ તેની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. અત્યારે જીએસટી સાથે સોનાનો ભાવ 66 હજારથી પણ વધુ નોંધાયો છે. જોકે આગામી સમયમાં પણ સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. જવેલર્સ માલિકનું કહેવું છે કે આગામી સમયમાં સોનાનો ભાવ 70 હજારથી 75 હાજર સુધી નોંધાઈ શકે છે. 

 

આ પણ વાંચોઃ  ગોલ્ડ અબકી બાર 70 હજાર કે પાર..લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ સોનાના ભાવમાં આવશે મેગા જમ્પ, કારણો જાણો
                 

ગોલ્ડ અબકી બાર 70 હજાર કે પાર..લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ સોનાના ભાવમાં આવશે મેગા જમ્પ, કારણો જાણો
રાજકોટમાં ચાલી રહેલા સોના અને ચાંદીના ભાવ પર નજર કરીએ તો આજે સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 5મી માર્ચએ જ્યારે સોનાનું માર્કેટ બંધ થયું હતું, ત્યારે સોનાનો ભાવ 65 હજાર 10 રૂપિયા નોંધાયો હતો. આજે એટલે કે, 6 માર્ચના રોજ સોનાનું માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે સોનાનો ભાવ 64 હજાર 910 રૂપિયાએ ખુલ્યો હતો. જોકે છેલ્લા 3-4 દિવસથી સોનાનું માર્કેટ ખુલે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે, જ્યારે માર્કેટ બંધ થાય ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. આમ છેલ્લા 4-5 દિવસમાં સોનાનો ભાવ 1,500થી 2,000 રૂપિયા ભાવનો વધારો જોવા મળી રહ્યો છે.

વેપારીઓનું શું કહેવું છે ?

વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક સ્થતિને જોતા હવે સોનામાં બેઝ પ્રાઇઝ 63 હજારથી નીચે જાય તેમ નથી ઉચી સપાટી 70 થી 75 સુધી પહોંચશે..  જો કોઇને ઉંચા ભાવે સોનું ન ખરીદવું હોય તો તેઓ જે લોકોએ અગાઉ નીચા ભાવે સોનાની ખરીદ કરી હોય તેમની પાસે સોનું લઇ રહ્યા છે.. જ્યારે એક વર્ગ એવો પણ છે જે માર્કેટમાં જે પણ ભાવ હોય તે ભાવે પોતાનો પ્રસંગ પાર પાડવા માટે સોનું ખરીદી રહ્યો છે. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ