બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં એક મોટી રેલી યોજવા જઈ રહ્યા છે. આ રેલીમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જોડાવાના છે. NRG સ્ટેડીયમમાં રાખેલ આ રેલીમાં આશરે ૫૦,૦૦૦ લોકો પોતાના નામ નોંધાવી ચુક્યા છે અને ૮૦૦૦ લોકો વેઈટીંગ લીસ્ટમાં છે. નરેદ્ર મોદી રાજકીય દ્રષ્ટિએ આ રેલી દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે ભારત માટે ઘણા બધા ફાયદાઓ સુરક્ષિત કરાવવાની ગણતરી રાખે છે. જેમાંથી આ પ્રમાણેના મુખ્ય ફાયદાઓ મળે તેવી શક્યતા છે.
અમેરિકા ભારત ટ્રેડ ડીલ વિવાદનો સુખદ અંત આવશે
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારને લગતી તંગદીલી ફેલાઈ હતી જયારે અમેરિકાના રોબર્ટ લાઈથીઝરે ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફ્ર્ન્સમાંથી (GSP) કાઢી નાખ્યું હતું. જવાબમાં ભારતે પણ અમેરિકાની ૨૮ પ્રોડક્ટ્સ પર ડ્યુટી ફી વધારી દીધી હતી. જો કે અમેરિકાના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને આ ડીલમાં ભારતનો ફરી સમાવેશ કરી દેવા વિનંતી કરી હતી. ભારતે પણ અમેરિકાથી આયાત થતા ઉર્જા સંસાધનોની ખરીદીનો આંકડો ૪ અબજ ડોલરથી વધારવાની પહેલ કરી હતી.
૨૭ સપ્ટેમ્બરની યુએનની પરિષદમાં કાશ્મીર અને અન્ય મુદ્દાઓમાં અમેરિકા ભારતનો પક્ષ લેશે
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી તેમના એક અઠવાડિયાના US પ્રવાસમાં ૨૨મીએ હાઉડી મોદી ઇવેન્ટ બાદ ૨૩મીએ યુએન ક્લાઈમેટ ચેન્જ પરિષદ અને ૨૭મીએ યુએનની મિટિંગમાં ભાગ લેશે. આ મિટિંગમાં ભારત અને પાકિસ્તાન બંનેના વડાપ્રધાન એક જ દિવસે પોતાનું વક્તવ્ય આપવાના છે. ઇમરાન ખાન આ દિવસે કાશ્મીરનો મુદ્દો અને કાશ્મીરના લદાયેલા પ્રતિબંધો અને કર્ફ્યુનો મુદ્દો ઉછાળે તેવી શક્યતા છે. જો કે આ ઇવેન્ટ પછી અમેરિકા આ મુદ્દે ભારતને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરે તેવી આશા સેવાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલેથી જ કાશ્મીર મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો કહીને પાકિસ્તાનને લપડાક આપી લીધી છે.
.jpg)
ADVERTISEMENT
સાઉદી ઈરાનના વધતા તણાવ વચ્ચે ભારતની ક્રુડ તેલ માંગ સંતોષવામાં અમેરિકા અગત્યની ભૂમિકા ભજવશે.
ભારત ક્રુડ ઓઈલનું એક મોટું આયાતકાર છે. તે ક્રુડ ઓઈલ અને કુદરતી ગેસ માટે લગભગ સંપૂર્ણપણે બીજા દેશો પર આધારિત છે. અમેરિકામાં છેલ્લા વર્ષોમાં ઉર્જાના ભંડારો શોધાયા છે. આ ભંડારોમાંથી ખરીદી કરવી એ ભારત માટે ફાયદાકારક રહેશે. આ ઉપરાંત ભારતને અન્ય ખાડી દેશો સાથે આયાત કરવામાં સરળતા રહે તે માટે તેના અમેરિકા સાથે સંબંધો સારા હોય તે મહત્વનું છે.
ADVERTISEMENT
હ્યુસ્ટન શહેર અને ટેક્સાસ રાજ્ય સાથે ભારતના આર્થીક અને રાજકીય સંબંધો ખીલી ઉઠશે.
ભારત અને હ્યુસ્ટન મહત્વના આર્થીક સબંધો સેવે છે. ભારત હ્યુસ્ટનનું બ્રાઝીલ, ચીન અને મેક્સિકો પછીનું ૪થું વ્યાપારી પાર્ટનર છે. ભારત-હ્યુસ્ટનનાં વ્યાપારમાં આ વર્ષે ૮૨ ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
હ્યુસ્ટનમાં રહેતા ૯૩૦૦૦ લોકો ભારતમાં જન્મેલા છે. ૩૩ હ્યુસ્ટનની કંપનીઓની ૮૫ બ્રાન્ચ ભારતમાં સક્રિય છે. અ ઉપરાંત ભારતની ૨૮ કંપનીઓની બ્રાંચ હ્યુસ્ટનમાં સ્થાપિત છે.
ટેક્સાસ રાજ્યનો GDP ૧.૮ ટ્રીલીયન ડોલર છે જે અમેરિકાના ૫૦ રાજ્યોમાં બીજા ક્રમે છે. તેનો GDP કેનેડા અને રશિયા જેવા વિશાળ દેશો કરતા પણ વધુ છે. આ રાજ્યમાં ક્રુડ તેલના ઘણા ભંડારો અને ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ છે જેનો સીધો લાભ ભારત ઉઠાવી શકે તેમ છે.
ભારતનાં માંદા અર્થતંત્રની હાલતમાં વહારે આવશે અમેરિકા અને અમેરિકાની ટ્રેડ વોરની કપરી દશામાં વહારે આવશે ભારત
ચીન અમેરિકાથી આવતી પ્રોડક્ટ્સનો વપરાશ પોતાના દેશમાં ઘટે તે માટે વધુ ને વધુ ઈમ્પોર્ટ ડ્યુટીઝ નાખી રહ્યું છે એ સમયે ભારત અમેરિકા માટે એક વિશાળ માર્કેટ બની શકે તેમ છે. આ ઉપરાંત ભારતની નબળી અર્થતંત્રની દશામાં અમેરિકાનું ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ ભારત માટે ખુબ અગત્યનું પૂરવાર થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૭માં ભારતે અમેરિકાથી ૪૪ અબજ ડોલર જેટલું FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) મેળવ્યું હતું.
મોદીની મુલાકાતથી ડોનાલ્ડ ટ્રમ્પને શું ફાયદો?
ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ની અમેરિકાની ચુંટણીનો લક્ષ્ય સાધી રહ્યા છે. pew રીસર્ચ સેન્ટરના એક અહેવાલ મુજબ ૬૫% ભારતીય અમેરિકન્સ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધની ડેમોક્રેટીક પાર્ટીને સમર્થન આપે છે. આ ઇવેન્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ આ માનસિકતા બદલવા માંગતા હોય તેવું બની શકે. અમેરિકાની એશિયન કૉમ્યુનિટીમાં ભારતીયો ૨૦% જેટલા જ છે પણ શિક્ષણ અને કારકિર્દીની દ્રષ્ટિએ તેઓ ખૂબ સદ્ધર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.