બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / indian cricket team captain rohit sharma reaction on ind vs sa world cup 2023 sports

World cup 2023 / એ રન નહીં બનાવે તો પણ હું ટીમમાં લઇશ...: રોહિત શર્માએ ખેલાડી માટે કહી મોટી વાત

Manisha Jogi

Last Updated: 09:17 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે જીત મેળવ્યા પછી કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે. રોહિત શર્માએ જણાવ્યું છે કે, જો તમે પહેલાની ત્રણ મેચ જોશો તો તમે જ કહેશો કે ટીમે પરિસ્થિતિ પ્રમાણે મેચ રમી છે.

  • ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું
  • સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન પર સમેટાઈ ગઈ
  • જીત મેળવ્યા પછી કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી

ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું છે. ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમે જીત મેળવ્યા પછી કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે. રોહિત શર્માએ જણાવ્યું છે કે, જો તમે પહેલાની ત્રણ મેચ જોશો તો તમે જ કહેશો કે ટીમે પરિસ્થિતિ પ્રમાણે મેચ રમી છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં અમે પ્રેશરમાં રમી રહ્યા હતા, પરંતુ સારો સ્કોર કર્યા પછી બોલરોએ તમામ કસર પૂરી કરી દીધી છે. 

જીત પછી રોહિત શર્માનું નિવેદન
રોહિત શર્માએ જણાવ્યું કે, વિરાટ કોહલી પરિસ્થિતિ અનુસાર રમે છે. ભારતીય ટીમના બોલર યોગ્ય લાઈન અને લેંગ્થ પર બોલિંગ કરે છે, ત્યારપછી પિચ કામ કરે છે. રોહિત શર્માએ શ્રેયસ એય્યર બાબતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે, ‘શ્રેયસ એય્યર વિચાર્યા પ્રમાણે નહીં રમે, તો પણ હું તેમને રમવા દઈશ. આ બાબતે ખેલાડી પર વિશ્વાસ રાખવાનો રહેશે. તમામ ખેલાડી દરરોજ સારું ના રમી શકે.’

શુભમન ગિલ અને જાડેજા બાબતે શું કહ્યું?
રોહિત શર્માએ જણાવ્યું છે કે, મોહમ્મદ શમી વાપસી પછી જે પ્રમાણે બોલિંગ કરી રહ્યા છે, તે તેમની માનસિકતા પ્રદર્શિત કરી છે. છેલ્લા ઘણા સમયથી શુભમન ગિલ સાથે બેટીંગ કરી રહ્યો છું. ભારતીય ટીમ ઓવર ટૂ ઓવર અને પરિસ્થિતિ પ્રમાણે રમવાની કોશિશ કરે છે. રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજા ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. છેલ્લી ઓવરમાં તેમણે રન કર્યા અને બોલિંગમાં 5 ખેલાડીઓને આઉટ કર્યા. રવિન્દ્ર જાડેજાને ખબર છે કે, તેમનો શું રોલ છે. આગામી દિવસો કેટલીક મહત્ત્વપૂર્ણ મેચ રમાશે, જેથી ટીમમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ