બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If your heart is not healthy then the body gives such signals

ચેતી જજો / જો શરીરમાં આ સંકેતો જોવા મળે તો થઇ જજો સાવધાન, ભૂલથી પણ નજરઅંદાજ કરશો તો હાર્ટ એટેકનું વધશે જોખમ

Khyati

Last Updated: 06:42 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના ફાસ્ટ યુગમાં હાર્ટએટેકના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે જો તમારા શરીરમાં પણ ફેરફાર જોવા મળે તો ડૉક્ટરનો સંપર્ક ચોક્કસ કરવો

  • હેલ્ધી લાઇફસ્ટાઇલ સ્વાસ્થ્ય માટે સારી
  • પરંતુ જો હૃદય સારુ તો શરીર પણ હેલ્ધી
  • હાર્ટ હેલ્ધી ન હોય તો શરીર જણાવે છે સંકેત

હૃદય એ આપણા શરીરનું અભિન્ન અંગ છે. હૃદય વિના જીવન જ શક્ય નથી.  ત્યારે શરીરની સ્વસ્થતાની સાથે સાથે હાર્ટની પણ કાળજી લેવી જોઇએ. કારણ કે જો હાર્ટ સ્વસ્થ નહીં હોય તો શરીર પણ સ્વસ્થ નહીં રહે.  આપણુ શરીર એવુ છે કે શરીરમાં કોઇ અંગ બરાબર કાર્ય નથી કરી રહ્યુ તો તે તેની અસર પણ દેખાડવા લાગે છે. તેવી જ રીતે જ્યારે આપણ હાર્ટ સ્વસ્થ ન હોય ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપેછે. ત્યારે આવો જાણીએ હાર્ટ હેલ્ધી નથી તે કેવી રીતે ખબર પડશે. 

છાતીમાં દુઃખાવો અથવા બેચેની લાગવી 

છાતીમાં દુઃખાવો કે બેચેની થવી તે  હૃદય રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે  આ દરમિયાન છાતીમાં દુખાવો થવો જકડાઈ જવુ અને દબાણ અનુભવાય છે. આ દરમિયાન તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. તેથી, જો આવા લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

થાક અને પેટમાં દુખાવો

હૃદયરોગના કારણે તમે થાક અનુભવી શકો છો. તે જ સમયે, વ્યક્તિને અપચો અને પેટમાં દુખાવોની ફરિયાદ પણ થઈ શકે છે. એટલું જ નહીં આ સમયે ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. જો કે તેનો હૃદય સાથે કોઈ સંબંધ હોય તેવું લાગતું નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આ લક્ષણો હાર્ટ એટેક વખતે પણ દેખાઈ શકે છે.તેથી આ લક્ષણોને સામાન્ય ગણીને અવગણશો નહીં.

પરસેવો થવો 

કોઈપણ કામ કે વર્કઆઉટ કર્યા વિના શરીરમાં વધારો પરસેવો થવો તે પણ હૃદયની બીમારી થવાનો સંકેત હોઇ શકે છે. આથી આ સમસ્યાને અવગણશો નહી. 

અનિયમિત ધબકારા

જ્યારે તમે નર્વસ હોવ ત્યારે ઝડપી ધબકારા વધવા સામાન્ય છે, પરંતુ જો તમને વારંવાર આવું લાગે છે, તો ચોક્કસપણે ડૉક્ટરને મળો. આ પણ હૃદય રોગની નિશાની હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ