બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC World Cup 2023 Trophy Becomes One Of First Official Sporting Trophies To Send To Space

ક્રિકેટ ચાહકોને ગમશે / VIDEO : આકાશમાં ખુલ્લી મૂકાઈ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી, 1.20 લાખ ફૂટ ઊંચેનો વીડિયો જોઈને દંગ રહી જશો

Hiralal

Last Updated: 09:57 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ 1.20 લાખ ફૂટની ઊંચાઈ પર વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કર્યું છે.

  • અવકાશમાં ખુલ્લી મુકાઈ વનડે વર્લ્ડ કપની ટ્રોફી 
  • આકાશમાંથી નીચે ઉતારીને મોદી સ્ટેડિયમમાં રખાઈ 
  • ઓક્ટોબર 2023માં ભારતમાં શરુ થશે વનડે વર્લ્ડ કપ 
  • વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદમાં રમાશે 

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અનાવરણ ખૂબ જ અનોખી રીતે કર્યું હતું. બીસીસીઆઈ સચિવ જય શાહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં વર્લ્ડ કપની ટ્રોફી અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. આ સાથે તેમણે એ પણ માહિતી આપી કે કોઈ પણ રમતની ટ્રોફી પહેલીવાર અંતરિક્ષમાં મોકલવામાં આવી છે અને તેનું અનાવરણ ત્યાં જ કરવામાં આવ્યું હતું. 

1.20 લાખ ફૂટની ઊંચાઈ પર ટ્રોફીને ખુલ્લી મૂકાઈ, આકાશમાંથી આવીને મોદી સ્ટેડિયમમાં રખાઈ 
વર્લ્ડ કપ 2023ની આ ટ્રોફી આજે એટલે કે 26 જૂને અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. આ ટ્રોફીનું અનાવરણ 1.20 લાખ ફૂટની ઊંચાઈ પર કરાયું હતું જ્યાંનું તાપમાન માઈનસ 65 ડિગ્રી હતું. અવકાશમાંથી આવ્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉતારવામાં આવી હતી. 

જય શાહે ટ્વિટ કરીને આપી માહિતી 
બીસીસીઆઈ સચિવ જય શાહે આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું, ક્રિકેટ વિશ્વ માટે એક અનોખી ક્ષણ જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. તે અવકાશમાં મોકલવામાં આવતી પ્રથમ સત્તાવાર રમતની ટ્રોફી છે. 

ઓક્ટોબર 2023માં શરુ થશે વનડે વર્લ્ડ કપ 
વર્લ્ડ કપ 2023 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે અને બીસીસીઆઈ આવતીકાલે એટલે કે 27 જૂને પોતાનો કાર્યક્રમ જાહેર કરવા જઈ રહ્યું છે.

વર્લ્ડ કપની ટ્રોફી 18 દેશોમાં ફરશે 
તારીખ 27મી જુનથી શરુ થઈ રહેલી આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી કુવૈત, બહેરીન, મલેશિયા, અમેરિકા, નાઈજીરિયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા અને યજમાન દેશ ભારત સહિતના દુનિયાના 18 દેશોની મુસાફરી કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ