બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 01:23 PM, 27 February 2024
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ભાજપ નેતાના દીકરા સહિત 10 લોકોની ધરપકડ કરી છે. આ તમામ 10 લોકો પર કોકેઈન રાખવાનો અને તેનું સેવન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પોલીસે પૂછપરછ કરતા તમામ આરોપીઓએ તેમનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
રેડિસન બ્લૂ હોટલમાં પોલીસના દરોડા
સાઈબરાબાદ અને ગાચીબોવલી પોલીસે હૈદરાબાદની રેડિસન બ્લૂ હોટલમાં દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડીને કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ 10 આરોપીમાં ભાજપ નેતા ગજ્જલા યોગાનંદના દીકરા ગજ્જલા વિવેકાનંદ પણ શામેલ છે. પોલીસે સૈયદ અબ્બાસ, અલી જેફરી, નિર્ભય, કેદાર તથા અન્ય 6 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર કોકેઈન રાખવાનો અને તેનું સેવન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
BJP leader’s son arrested for consuming #Drug in #Hyderabad@cyberabadpolice arrested Gajjala Vivekanand (37), Director of Manjeera Group of Comp and son of #BJP leader Gajjala Yoganand, for consuming #cocaine along with his friends at a party at Radisson Blu Hotel, Gachibowli. pic.twitter.com/yvmPabXIgm
— Reporter shabaz baba (@ShabazBaba) February 26, 2024
ADVERTISEMENT
કોકેઈનના ત્રણ પ્લાસ્ટિક પાઉચ જપ્ત
પોલીસે આરોપી પાસેથી કોકેઈનના ત્રણ પ્લાસ્ટિક પાઉચ જપ્ત કર્યા છે. આ તમામ પાઉચનું વજન 1 ગ્રામ છે. પોલીસે સફેદ રંગનો કાગળ અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા છે. નશીલી દવાઓનું સેવન કરવા માટે આ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.
ગજ્જલા વિવેકાનંદની ધરપકડ
રિપોર્ટ્સ અનુસાર પોલીસે પ્રાથમિક તપાસ પછી ગજ્જલા વિવેકાનંદના જુબલીમાં આવેલ ઘરે ગઈ છે. પૂછપરછ પછી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન ગજ્જલાએ જણાવ્યું હતું કે, રેડિસન બ્લૂ હોટલના એક રૂમમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આરોપીઓ કોકેઈન પી રહ્યા હતા. ગજ્જલાનો મેડિકલ ટેસ્ટ કરતા જાણવા મળ્યું છે કે, તેણે નશીલી દવાઓનું સેવન કર્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.