બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how to update date of birth in your pf account follow these steps

કામની વાત / જો તમારા PF એકાઉન્ટમાં છે આ ભૂલ? તો ફટાફટ ચેક કરી લો, નહીં તો પૈસા ઉપાડવામાં થશે મુશ્કેલી

Bijal Vyas

Last Updated: 02:29 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત લોકોને આ પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે પીએફ ખાતામાં તેમની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવે છે અને તે તેમના ડોક્યુમેન્ટ સાથે મેળ ખાતી નથી.

  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​એ કેન્દ્ર સરકારનું એક યુનિટ છે
  • જન્મ તારીખ સુધારવા માટે આ છે જરુરી ડોક્યુમેન્ટ
  • જાણી લો જન્મતારીખ ઠીક કરવાની રીત

DOB Update in PF Account: નોકરી કરતા લોકોને સરકાર દ્વારા એક સુવિધા આપવામાં આવે છે અને તે પીએફ ખાતું છે. હકીકતોમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​એ કેન્દ્ર સરકારનું એક યુનિટ છે, જે લોકોના પીએફ ખાતાઓનું કામ જોવે છે. વાસ્તવમાં, નોકરી કરતા વ્યક્તિનું પીએફ ખાતું ખોલવામાં આવે છે અને પછી તેના પગારમાંથી બાદ કરીને દર મહિને તેના ખાતામાં ચોક્કસ રકમ જમા કરવામાં આવે છે.પછી ખાતાધારક નોકરી છોડ્યા પછી અથવા પેન્શનના રુપે નોકરીની મધ્યમાં વ્યાજ સાથે આ નાણાંનો લાભ લઈ શકે છે. પરંતુ ઘણી વખત લોકોને આ પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે પીએફ ખાતામાં તેમની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવે છે અને તે તેમના ડોક્યુમેન્ટ સાથે મેળ ખાતી નથી. આવી સ્થિતિમાં, જો તમને પણ આ સમસ્યા છે, તો તમારે તરત જ આ ભૂલ સુધારવી જોઈએ. નહિંતર, તમને PF ના પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ કે, તમે ઘરે બેસીને પીએફ ખાતાની જન્મતારીખ કેવી રીતે સુધારી શકો છો...

જાણો પહેલો નિયમ
EPFOના નિયમો અનુસાર, જો તમે તમારા ખાતામાં ખોટી જન્મતારીખ સુધારવા માંગતા હોય, તો સાચી જન્મતારીખ અને પહેલાથી નોંધાયેલી જન્મતારીખ વચ્ચે 3 વર્ષથી ઓછો તફાવત હોવો જોઈએ. જો કે, જો આનાથી વધુ સમયનો તફાવત હોય, તો તમારે આધાર કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો સાથે જોડવા પડશે.

ઈમરજન્સીમાં કાઢવા હોય PF ના પૈસા, તો જાણી લો આ પ્રોસેસ, 3 દિવસમાં થઈ જશે  કામ | in emergency how to withdraw money from pf account online know the  process

ડોક્યુમેન્ટનું  લિસ્ટ :-

  • આધારકાર્ડ 
  • સ્કૂલ કે કોલેજનું સર્ટિફિકેટ પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ 
  • મેડિકલ સર્ટિફિકેટ અને કેન્દ્ર કે રાજ્ય સરકારની સર્વિસ રેકોર્ડમાંથી કોઇ એક જોઇએ. 

જન્મતારીખ ઠીક કરવાની રીતઃ
સ્ટેપ- 1

જો તમે પણ તમારા પીએફ ખાતામાં જન્મતારીખ સુધારવા માંગો છો, તો આ માટે તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે. પછી તમારે 'મેનેજ' સેક્શનમાં જઈને 'બેઝિક ડિટેલ્સ' પર ક્લિક કરવાનું રહેશે.

Topic | VTV Gujarati

સ્ટેપ- 2

  • આ પછી તમને અહીં ઘણા વિકલ્પો દેખાશે, તમને તમારી જૂની જન્મ તારીખની બાજુમાં નવી જન્મ તારીખ દાખલ કરવાનો વિકલ્પ મળશે.
  • અહીં ડીડી એમએમ વાઇવાઇ અનુસાર તમારી નવી જન્મતારીખ દાખલ કરો અને પછી ચેક બોક્સ પર ક્લિક કરવાથી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મળશે, તેને અહીં ભરી દો.
  • છેલ્લે, તમે અપડેટ પર ક્લિક કરો કે તરત જ તમારી નવી જન્મ તારીખ અપડેટ થઈ જાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ