બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / How to remove the stress of class 10-12 board exam? These expert tips will help

મહામંથન / ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો તણાવ કેવી રીતે કરશો દૂર? એક્સપર્ટની આ ટિપ્સ કરાવશે ફાયદો

Dinesh

Last Updated: 08:25 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને દિશા આપતી પરીક્ષા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનો રસ્તો નક્કી થશે

સૌથી પહેલા તો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બેસનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આ સાથે જ વાત કરીએ બોર્ડની પરીક્ષાના તથાકથિત હાઉની કે જેને સરેરાશ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અનુભવતા હોય છે. એ વાતની પણ નવાઈ નહીં હોય કે આવતીકાલે પરીક્ષા હોય અને વિદ્યાર્થી કરતા તેના વાલીઓ ટેન્શનમાં હોય. સરકાર હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કરી રહી છે, તબક્કાવાર તેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે પણ સવાલ એ છે કે તમામ પરીક્ષા જેવી જ આ પરીક્ષા છે તો તેનો ડર કેમ છે?. એવું જરૂરી નથી કે બોર્ડની પરીક્ષામાં નિષ્ફળ જનારા જિંદગીમાં પણ નિષ્ફળ જ જશે, અને બોર્ડની પરીક્ષામા જ્વલંત સફળતા મળશે તો આગળ જતા જિંદગીમાં કોઈ નિષ્ફળતા નહીં જ મળે તેની પણ કોઈ ખાતરી નથી. હવે પરીક્ષા શરૂ થવાને ગણતરીની ઘડીઓ છે એટલે બિનજરૂરી ટેન્શન આમ પણ લેવાનું કોઈ કારણ નથી. પરીક્ષાના આગલા દિવસે સમગ્ર વિષયનું રિવિઝન કરવાની પણ જરૂર નથી કારણ કે એક દિવસના વાંચનમાં બહુ મોટો ફેર નહીં પડે. અનેક ટિપ્સ છે, અનેક પદ્ધતિઓ છે, જેનાથી વિદ્યાર્થીઓ કે વાલીઓનું માનસિક સંતુલન ખોરવી નાંખતો તણાવ દૂર થઈ શકે છે. 

ભવિષ્યને દિશા આપતી પરીક્ષા
ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને દિશા આપતી પરીક્ષા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનો રસ્તો નક્કી થઈ શકે છે. ધોરણ 10ના વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષા મહત્વનો તબક્કો છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલા દબાણ અનુભવતા હોય છે. પરીક્ષા સમયે, પરીક્ષા પહેલા કે પછી ક્યારેક અનિચ્છનિય બનાવ પણ બને છે. વાલીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈને સંતાનો માટે તાણ અનુભવે છે. વિદ્યાર્થી પરીક્ષાનો તાણ અનુભવવાને બદલે આનંદ માણે તે જરૂરી છે

કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
ધોરણ 10
9 લાખ 17 હજાર 687

ધોરણ 12 સામાન્ય પ્રવાહ
4 લાખ 89 હજાર 279

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
1 લાખ 32 હજાર 73

નવી પરીક્ષા પદ્ધતિ કેવી છે?
હેતુલક્ષી પ્રશ્નો વધારાયા છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ઘટાડ્યું છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટછાટ મળી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળશે. નવી પદ્ધતિમાં નબળા અને તેજસ્વી બંને વિદ્યાર્થીઓને એકંદરે ફાયદો

વિદ્યાર્થીઓની સાથે આ રીતે છે સરકાર
પેપરના આગલા દિવસે સરળતાથી રિવિઝન થાય તે માટે પ્લાન  બનાવ્યો છે. દરેક વિષયનો એક વીડિયો વિષય તજજ્ઞો પાસે તૈયાર કરાવ્યો છે. વિષયની પરીક્ષાના આગલા દિવસે મોબાઈલ ઉપર લિંક મોકલાશે તેમજ રિવિઝનથી નબળા વિદ્યાર્થીઓને ફાયદો થશે. અમદાવાદ DEOએ વેબિનારના માધ્યમથી પરીક્ષા સાથી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. વિદ્યાર્થીઓ ડર વિના પેપર કેવી રીતે લખી શકે તેનું માર્ગદર્શન અપાયું અને પરીક્ષા કેન્દ્રની PDF લિંક વિદ્યાર્થીઓને મોકલવામાં આવી છે.  PDF લિંકમાં સ્કૂલનું નામ, સંચાલકનો સંપર્ક નંબર, ગૂગલ લિંક હશે. કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો હેલ્પલાઈન નંબર 1095 ઉપર મદદ માગી શકશે

વાંચવા જેવું: 'પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ, સેવા ઘટી' પૂર્વ ગૃહ રાજ્યમંત્રી જુઓ કેમ આવું બોલ્યા?

આ રીતે તણાવથી રહો દૂર

  • પરીક્ષાના આગલા દિવસે જરૂરી હોય એટલું જ વાંચો
  • વર્ષ દરમિયાન તમે વાંચ્યું જ હશે એટલે આગલા દિવસે ખપ પૂરતું જ રિવિઝન કરો
  • પ્રશ્નપત્ર ફરજિયાતપણે એકવાર વાંચી જવું
  • સરળતાથી આવડતા પ્રશ્નોના જવાબ પહેલા લખો
  • જે પેપર પૂર્ણ થાય તેની બિનજરૂરી ચર્ચા ન કરવી
  • આવનારા પેપરનું વધું પડતું ટેન્શન ન લેવું
  • પરીક્ષા સમયે કાંડા ઘડિયાળ ફરજિયાત પહેરવી
  • કંપાસમાં જરૂરી તમામ અને સારા સાધનો રાખવા
  • પેન, પેન્સિલ સારી ગુણવત્તાના રાખવા
  • પેન બરાબર ચાલે છે કે નહીં તેની ખાતરી કરી લેવી
  • હોલ ટિકિટની ઝેરોક્ષ અચૂક કઢાવી લેવી
  • હોલ ટિકિટ સાથે લેવાનું ન ભૂલાય
  • પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નિકળવું
  • સ્ટાઈલીશ કપડા કરતા સવલતવાળા કપડા પહેરવા
  • પરીક્ષાના સમયગાળામાં જરૂરી હોય તો જ બહાર નિકળવું
  • એક્ઝામ પેડ સાથે રાખવું
  • જવાબવહીમાં કોઈપણ પ્રકારનું ચિન્હ કે નિશાની ન કરવા
  • પેપર પૂર્ણ થાય કે તુરત જ ઘરે પહોંચવું
  • પરીક્ષા તાણ સાથે નહીં તહેવાર હોય એ રીતે આપો
  • તમારા ઉત્સાહ અને આત્મવિશ્વાસને ડગવા ન દેશો
  • આ છેલ્લી પરીક્ષા નથી એટલું યાદ રાખવું

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ