બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How to get pension benefit on leaving job or taking leave in between Do you understand If not find out

તમારા કામનું / નોકરી છોડવા કે વચ્ચે રજા લેવા પર કેવી રીતે મળશે પેન્શનનો લાભ? શું તમને ખ્યાલ છે? નહીં ને તો જાણો

Arohi

Last Updated: 12:24 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વ્યક્તિ કોઈ કંપની માટે 7 વર્ષ કામ કરે છે અને એક વર્ષનો બ્રેક લે છો તો તેના બાદ 4 વર્ષ બીજુ કામ કરવું પડે છે. ત્યારે જ કર્મચારી ઈપીએફ પેન્શનના લાભનો હકદાર રહે છે.

  • નોકરી છોડવા પર કઈ રીતે મળશે પેન્શનનો લાભ? 
  • જાણો પેન્શન લેવા માટે સતત કેટલા વર્ષ કરવું પડે છે કામ 
  • આ રીતે કર્મચારી રહે છે ઈપીએફ પેન્શનના લાભનો હકદાર

EPFO નોકરીયાત લોકો માટે એક યોજના છે જે એક રિટાયરમેન્ટ બાદ પેન્શન બેનિફિટ્સ આપે છે. EPFO નિયમો અનુસાર, કર્મચારીની મુળ રકમ 12 ટકા EPFO ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાંથી 8.33 ટકા પેન્શન ખાતા માટે અને 3.67 ટકા કર્મચારી ભવિષ્ય નિધિ માટે અલગ રાખવામાં આવે છે. 

જો કોઈ કર્મચારી પોતાની નોકરી છોડી દે છે અથવા વચ્ચે જ રજા લઈ લે છે તો આવામાં શું તે પેન્શન માટે પાત્ર રહે છે? આ વિશે તમને અહીં જાણકારી આપવામાં આવી રહી છે. 

શું છે નિયમ? 
EPFOના નિયમ અનુસાર એક કર્મચારીની નોકરીના સમયગાળાને ધ્યાનમાં રાખવામાં આવે છે ભલે તે વચ્ચે રજા લઈ લે. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિ અમુક વર્ષોના અંતર બાદ પોતાની નોકરી પરત લે તો તેની ગયા વર્ષોની સેવાને તેના હાલના કાર્યકાળમાં જોડવામાં આવશે. 

જણાવી દઈએ કે EPFOની પેન્શન યોજનાનો લાભ ઉઠાવવા માટે કર્મચારીને ઓછામાં ઓછા 10 વર્ષ કામ કરવું જરૂરી છે. જો કોઈ કર્મચારી કંપનીને બદલે છએ તો તેની ખાસ ખાતા સંખ્યા સમાન રહે છે અને તેનો કુલ કાર્ય સમયગાળાની ગણતરી વચ્ચેના કોઈ પણ સમયગાળાને હટાવીને કરવામાં આવે છે. 

આ રીતે સમજો પેન્શનની શરતો 
જો કોઈ વ્યક્તિ કોઈ કંપની માટે 7 વર્ષ કામ કરે છે અને એક વર્ષનો બ્રેક લે છે તો તેના બાદ 4 વર્ષનું બીજુ કામ કરે છે તો તેની કુલ નોકરીનો સમયગાળો 11 વર્ષ માનવામાં આવશે. આમાં કર્મચારી ઈપીએફ પેન્શનના લાભનો હકદાક હશે. 

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ 9.5 વર્ષ માટે કામ કરે છે તો તે EPFOના નિયમો અનુસાર 6 મહિનાની છૂટ માટે પાત્ર રહેશે. જે 10 વર્ષ બરાબર છે. 

આ રીતે ઉઠાવી શકો છો પેન્શન યોજનાનો લાભ 
EPFO યોજના પેન્શનર્સ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સાઘન છે. કારણ કે તે સેવાનિવૃત્તિ બાદ પેન્શન લાભ સુનિશ્ચિત કરે છે. આ ધ્યાન રાખવું જરૂરી છે કે પેન્શન પાત્રતા માટે નોકરીના સમયની જરૂરીયાત એક મહત્વપૂર્ણ પહેલું છે જેના વિશે દરેક EPFO ગ્રાહકોને જાણકારી હોવી જોઈએ.

માટે જો તમે એક ઈપીએફઓ ગ્રાહક છો અને તમે પોતાની નોકરી છોડી દો છો તો પણ તમે 10 વર્ષ કે તેનાથી વધારેની કુલ નોકરી સુનિશ્ચિક કરીને પેન્શન યોજનાનો લાભ ઉઠાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ