બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 PM, 14 July 2023
ADVERTISEMENT
Assesment Year 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ, 2023 છે. તેવામાં હવે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે આશરે 2 અઠવાડિયાનો સમય બચ્યો છે.ITR ભરવું કોઈ મોટું કામ નથી તમે પોતે પણ ઘરે બેઠાં ફ્રીમાં ITR ફાઈલ કરી શકશો.
ITR દાખલ કરવાથી ટેક્સપેયર્સને નાણાકીય વર્ષ દરમિયાન કપાત કરેલ એક્સેસ ટેક્સનાં રિફંડના દાવાની મંજૂરી મળે છે.ઓનલાઈન ITR ફાઈલ કરવાની પ્રક્રિયાને ઈ-ફાઈલિંગ કહેવામાં આવે છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITRની ઈ-ફાઈલિંગ માટે એક સ્વતંત્ર પોર્ટલ સ્થાપિત કરેલ છે જે ફ્રી છે. જો કે કેટલીક વેબસાઈટો ફ્રીમાં તો કેટલીક ચાર્જ વસૂલીને ઈ-ફાઈલિંગની પ્રક્રિયા કરે છે.
ADVERTISEMENT
ClearTax
ક્લિયરટેક્સ, ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ વેબસાઈટ પર લોગ ઈન કર્યા વિના ITR દાખલ કરવાની સુવિધા આપે છે. આ પ્લેટફોર્મ ઓટોમેટિકલી આવક સોર્સનાં આધાર પર દાખલ કરવામાં આવતાં ITRની માહિતી મેળવી લે છે. ક્લિયરટેક્સ પર ITR દાખલ કરવાનાં સ્ટેપ્સ:
MyITreturn
માય આઈટી રિટર્ન, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે રજિસ્ટર્ડ એક અન્ય ઓફિશિયલ ઈ-રિટર્ન ઈંડરમેડિયરી છે જે ફ્રી હોવાનો દાવો કરે છે. આ વેબસાઈટ પર ITR દાખલ કરવા માટે વેબસાઈટ પર પૂછવામાં આવતાં પ્રશ્નોનાં સાચા જવાબ આપવા પડે છે. આ પ્રશ્નો આવક, ઘર, રોકાણ વગેરે સંબંધિત હોય છે. જવાબનાં આધારે સિસ્ટમ ITRનાં આંકડાઓની ગણતરી કરે છે.
Quicko
ક્વિકો 100% મફત હોવાનો દાવો કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વેતન મેળવતા લોકો અને અંદાજિત કરવેરાની યોજનાને પસંદ કરતાં લોકો માટે નિ:શુલ્ક છે.
EZTax
EZTax એક સેલ્ફ સર્વિસ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ છે. આ યૂઝર્સને એકાઉન્ટ બનાવવાથી લઈને અન્ય જરૂરી જાણકારીની સાથે દસ્તાવેજ અપલોડ કરીને 7 મિનિટની અંદર રિટર્ન દાખલ કરવાની સુવિધા આપે છે. ટેક્સપેયર્સની પાસે પેંમેંટ કરવા અને ટેક્સ દાખલ કરવા માટે કોઈ પ્રોફેશનલ લેવાનો વિકલ્પ પણ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT