બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / how-to-deal-with-wet-smartphone

NULL / વરસાદમાં પલળી જાય ફોન તો સમય બરબાદ કર્યા વગર ફોલો કરો આ STEP

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વરસાદની સિઝનમાં ફોન પલળવાનો ડર હંમેશા રહે છે. ફોનમાં પાણી જવાથી અંદરના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ખરાબ થઇ શકે છે. જ્યારે આવું થઇ જાય ફોન પાણીમાં પલળી જાય અથવા પાણીમાં પડી જાય તો એને ડ્રાય કેવી રીતે કરી શકાય એના માટે વિચારો. 

પાણી સૂકવવામાં ના કરશો આ ભૂલો 
  • ફોનને ડ્રાયરથી સૂકવવાનો પ્રયત્ન કરશો નહીં. ડ્રાયર ખૂબ વધારે ગરમ હવા ફેંકે છે એવામાં ફોનના સર્કિટ્સ પીગળી શકે છે.
  • જો ફોન પલળી ગયો છે તો એને તરત ઓફ કરી દો. કોઇ બીજા બટનનો ઉપયોગ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે.
  • હેડફોન જેક  અને ફોનના યૂએસબી પોર્ટનો ઉપયોગ ત્યાં સુધી ના કરો જ્યાં સુધી ફોન પૂરી રીતે સૂકાઇ ના જાય. એના ઉપયોગથી ફોનના ઇન્ટરનલ પાર્ટ્સમા ભેજ આવવાનું જોખમ વધી જાય છે.
  •  
એક એક્સપર્ટ્સે જણાવ્યું છે કે ફોન પાણીમાં પલળી ગયો છે તો સૌથી પહેલા ઓફ કરી દો. ફોન ઓન રહે અને પાણી અંદરના ભાગમાં જતું રહે તો શોર્ટ સર્કિટ થઇ શકે છે. સૌથી પહેલા ઓને ઓફ કરવો સમજદારી રહેશે. 

પલળેલા ફોનને ઓફ કર્યા બાદ એની દરેક એક્સેસરીઝને અલગ કરી દો. એટલે બેટરી સિમ કાર્ડ મેમરી કાર્ડની સાથે ફોનથી અટેચ કરેલી કોર્ડને પણ અલગ કરીને કોરા ટોવેલ પર રાખો. આ દરેક એક્સેસરીઝને અલગ કરવાથી શોર્ટ સર્કિટનો જોખમ ઓછું થઇ જશે. 

જો તમારા ફોનમાં નોન રિમૂવેબલ બેટરી છે તો બેટરી નિકાળીને ઓફ કરવાનો વિકલ્પ ખતમ થઇ જશે. એવામાં પાવર બટનને એટલા સમય સુઘી દબાવીને રાખો જ્યાં સુધી ફોન બંધ ના થઇ જાય. નોન રિમૂવેબલ બેટરીના કારણે શોર્ટ સર્કિટ થઇ શકે છે. 

ફોનની એક્સેસરીઝને અલગ કર્યા બાદ ફોનના દરેક પાર્ટ્સને સૂકવવા જરૂરી છે. એના માટે પેપર નેપકિનનો ઉપયોગ કરવો સૌથી સારો માનવામાં આવે છે. આ ઉપરાંત ફોનને લૂછવા માટે નરમ ટોવેલનો ઉપયોગ કરી શકાય છે. 

ટોવલથી લૂછ્યા બાદ સૌથી જરૂરી કામ એ ફોનના ઇન્ટરનલ પાર્ટ્સને સૂકવવા. એના માટે ફોનને એક વાસણમાં ચોખામાં દબાવીને રાખો ચોખી જલ્દીથી ભેજ સૂકવી દે છે. એવામાં ફોનના ઇન્ટરનલ પાર્ટ્સ સૂકાઇ જશે. 

ચોખાના વાસણમાં જો ફોનને ના રાખવા ઇચ્છો તો સિલિકા જેલ પેકનો ઉપયોગ પણ કરી શકાય છે. આ જેલ પેક્સ જૂતાના ડબ્બામાં રાખવામાં આવે છે. એમાં ચોખાથી વધારે ઝડપથી ભેજ સૂકવવાની તાકાત હોય છે. 

તમારા ફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી સિલિકા પેક અથવા ચોખાના વાસણમાં રાખવા દો. જ્યાં સુધી પૂરી રીતે સૂકાઇ ના જાય એને ઓન કરવાનું વિચારશો નહીં. ફોનની સાથે સાથે બેટરી અને બાકી એક્સેસકીઝને પણ ચોખામાં સૂકવી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ