બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How Students Eligible.! Universities in India charging exorbitant fees fail in job placement

મહામંથન / વિદ્યાર્થીઓ કેવી રીતે લાયક બને.! બેફામ ફી ઉઘરાવતી ભારતની યુનિવર્સિટીઓ જોબ પ્લેસમેન્ટમાં નિષ્ફળ જાય છે, કારણ શું?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કથળતું જતું શિક્ષણનું સ્તર અને બીજી તરફ પ્રકાશમાં આવી રહેલા ડમીકાંડ. ત્યારે હવે તો ધો. 12 ની પરીક્ષામાં પણ ડમી પરીક્ષાર્થીને બેસાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બ્લૂમબર્ગ સંસ્થાનાં રિપોર્ટમાં ભારતીય યુનિવર્સિટીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અખબારોમાં આપણે બુદ્ધિશાળી કાર્ટૂન અનેક જોઈતા હોઈશું જેમાનું એક કાર્ટૂન અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કબ્જા સમયનું હતું. કાર્ટૂનનું વર્ણન કરીએ તો એક તાલિબાની છે જેની સાથેનું ટોળુ એક શિક્ષણ સંસ્થાન ઉપર કબ્જો કરી લે છે પછી એ આતંકી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં દાખલ થાય છે અને પુસ્તક હાથમાં લે છે. કાર્ટૂનમાં એ દર્શાવાયું છે કે જયારે તે પુસ્તક હાથમાં લે છે ત્યારે પોતાની બંદૂક નીચે મુકે છે. અને આ તસ્વીરને એવુ કેપ્શન અપાયું હતું કે પુસ્તક હાથમાં લેવા માટે હથિયાર મુકવા જ પડે. આ નાનકડું વાક્ય અને સૂચિતાર્થવાળી તસ્વીર જીવનમાં ભણતરનું મહત્વ શું છે તે સમજાવવા માટે પૂરતા છે. પણ ભારત માટે સિક્કાની જરા નબળી કહી શકાય એવી બાજુ સામે આવી. જાણીતી સંસ્થા બ્લૂમબર્ગના રિપોર્ટમાં એવું તારણ નિકળ્યું કે ભારતની યુનિવર્સિટીઓની ડિગ્રી ઉપયોગી નથી, આ રિપોર્ટ આટલેથી નથી અટકતો અને રિપોર્ટનું તારણ એવું પણ છે કે યુનિવર્સિટીઓનું શિક્ષણ એટલું નબળું છે કે વિદ્યાર્થી કદાચ ડિગ્રી લઈ પણ લે તો પણ તેની પાસે પોતાના વિષયનું એટલું જ્ઞાન નહીં હોય કે જે તે કંપની તેને નોકરીએ રાખે. 
આ રિપોર્ટ ભલે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ખામી દર્શાવતો હોય પરંતુ ભારતીય શિક્ષણવ્યવસ્થાએ પાયાથી પરિવર્તન કરવું પડે એ સમય તો કયારનો પાકી ગયો છે.. સવાલ એ છે કે ભારતની યુનિવર્સિટીઓની ડિગ્રી એવી કેમ થઈ ગઈ કે જેનાથી બેરોજગારોની પેઢી પેદા થાય?, લાખો રૂપિયાની ફી લેતી યુનિવર્સિટીઓ જોબ પ્લેસમેન્ટમાં નિષ્ફળ કેમ જાય છે. ટોચની રેંકિંગ ધરાવતી યુનિવર્સિટીઓમાં ભારતની ગણી ગાંઠી યુનિવર્સિટીઓ જ કેમ છે.

  • બ્લૂમબર્ગ સંસ્થાના રિપોર્ટમાં ભારતીય યુનિવર્સિટીઓ અંગે ચિંતા
  • યુનિવર્સિટીઓની ડિગ્રી કામની ન હોવાનું તારણ
  • અપૂરતા શિક્ષણ અંગે પણ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરાઈ

બ્લૂમબર્ગ સંસ્થાના રિપોર્ટમાં ભારતીય યુનિવર્સિટીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુનિવર્સિટીઓની ડિગ્રી કામની ન હોવાનું તારણ સામે આવી રહ્યું છે.  તેમજ અપુરતા શિક્ષણ અંગે પણ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરાઈ છે. તેમજ બનાવટી ડિગ્રીઓ પણ ચિંતાનો વિષય છે.  ત્યારે ભારતની શિક્ષણ વ્યવસ્થા સામે રિપોર્ટમાં ઘણા સવાલ ઉભા થયા છે. 

  •  ભારતીય યુનિવર્સિટીઓની ડિગ્રી ઉપયોગી નથી
  • રોજગારીના અભાવ કરતા અપૂરતું શિક્ષણ બેરોજગારી માટે જવાબદાર
  • યુનિવર્સિટીઓની ડિગ્રી કૌશલ્યલક્ષી નથી હોતી
  • ભારતમાં કંપનીઓની નોકરી માટે યોગ્ય લોકોની અછત
  • મોં માગી ફી ઉઘરાવતી યુનિવર્સિટીઓ જોબ પ્લેસમેન્ટમાં નિષ્ફળ

રિપોર્ટના તારણો સમજો
ભારતીય યુનિવર્સિટીઓની ડિગ્રી ઉપયોગી નથી. રોજગારીના અભાવ કરતા અપૂરતું શિક્ષણ બેરોજગારી માટે જવાબદાર છે.  યુનિવર્સિટીઓની ડિગ્રી કૌશલ્યલક્ષી હોતી નથી. ભારતમાં કંપનીઓની નોકરી માટે યોગ્ય લોકોની અછત છે. મોં માગી ફી ઉઘરાવતી યુનિવર્સિટીઓ જોબ પ્લેસમેન્ટમાં નિષ્ફળ ગઈ છે.  ખાનગી યુનિવર્સિટીમાં પૂરતો સ્ટાફ અને તાલિમબદ્ધ પ્રોફેસર નથી. અનેક ડિગ્રીધારકો પાસે તેમના વિષયનું સામાન્ય જ્ઞાન પણ નથી. મોટી-મોટી કંપનીઓને લાયક કર્મચારીઓ મળી નથી રહ્યા. ભારતમાં શિક્ષણ ઉદ્યોગ 117 અબજ ડોલરનો છે.  2025માં શિક્ષણ ઉદ્યોગ 225 અબજ ડોલરે પહોંચશે.

વૈશ્વિક સ્તરે ભારતીય યુનિવર્સિટીઓનો રેંક

રેંક યુનિવર્સિટીનું નામ
251-300 IISc, બેંગ્લુરુ
351-400 JSS, ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ અકેડમી
351-400 શૂલિની જૈવિક પ્રોદ્યોગિકી અને પ્રબંધન વિશ્વવિદ્યાલય
401-500 અલગપ્પા વિશ્વવિદ્યાલય
401-500 મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલય
501-600 IIT રોપડ
501-600 ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદ
501-600 જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી
501-600 સવિતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ
601-800 બનારસ હિંદુ યુનિવર્સિટી
  • ભોપાલમાં બનાવટી મેડિકલ કોલેજનો કિસ્સો સામે આવ્યો
  • ભોપાલની એ હોસ્પિટલમાં સારવારના અભાવે દર્દીઓના નિધન થયા
  • દર્દીઓને અપૂરતી અને ખોટી સારવાર મળી
  • હિમાચલપ્રદેશમાં માનવ ભારતી નામથી યુનિવર્સિટી બની
  • આ યુનિવર્સિટી અનુસ્નાતક અને Ph.Dની બનાવટી ડિગ્રી આપતી હતી 

આ કિસ્સો પણ ચોંકાવનારો!
ભોપાલમાં બનાવટી મેડિકલ કોલેજનો કિસ્સો સામે આવ્યો છે.  ભોપાલની એ હોસ્પિટલમાં સારવારના અભાવે દર્દીઓના નિધન થયા. દર્દીઓને અપૂરતી અને ખોટી સારવાર મળી. તેમજ હિમાચલપ્રદેશમાં માનવ ભારતી નામથી યુનિવર્સિટી બની છે. આ યુનિવર્સિટી અનુસ્નાતક અને Ph.Dની બનાવટી ડિગ્રી આપતી હતી. તેમજ કોલેજમાં પૂરતા વર્ગખંડ પણ ન હતા. સઘન તપાસ થતા કુલપતિ નાસી ગયા હતા. સમય જતા કુલપતિની ધરપકડ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ