બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How low will you stoop': PM attacks Nitish Kumar over population control remarks

રાજનીતિ / 'શરમ નથી આવતી, કેટલા નીચે જશો' નીતિશ કુમારની 'ગંદી વાત' પર PM મોદીનો મોટો હુમલો

Hiralal

Last Updated: 04:10 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભામાં 'સેક્સી જ્ઞાન' આપનાર નીતિશ કુમાર પર પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર દરમિયાન મોટો હુમલો કર્યો હતો.

  • વિધાનસભામાં 'સેક્સી જ્ઞાન' આપનાર નીતિશ કુમાર પર ચારેબાજુથી હુમલા 
  • હવે પીએમ મોદીએ પણ મધ્યપ્રદેશમાં નીતિશ કુમાર પર કર્યો મોટો હુમલો
  • કહ્યું 'શરમ નથી આવતી, કેટલા નીચે જશો' 

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભામાં યૌન સંબંધ પર પોતાની ટિપ્પણીને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. માફી માગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના પર પ્રહારો કરી રહી છે. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શું આવા નેતાઓ માતા અને બહેનોનું ભલું કરી શકે છે? એમપીના ગુનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નામ લીધા વગર નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, "જે લોકો દેશની વર્તમાન સરકારને ઉથલાવવા માટે વિવિધ રમતો રમી રહેલાં INDIA Allianceના ઝંડા સાથે ફરી રહ્યાં છે, તેઓ વિધાનસભામાં આવી ભાષામાં વાત કરે તેવી કોઇ કલ્પના પણ ન કરી શકે જેમાં માતા-બહેનો પણ હાજર હતી. તેમને આવું કહેતા શરમ નથી આવતી. 

વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પીએમ મોદીના પ્રહાર 
નીતિશના આ નિવેદન પર કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પણ પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહિલાઓના અપમાન પર એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી. ઈન્ડીયા ગઠબંધનનો એક પણ નેતા આપણી માતાઓ અને બહેનોના ભયંકર અપમાન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. માતા અને બહેનો પ્રત્યે આ વલણ ધરાવતા લોકો શું તમે તમારું ભલું કરી શકો છો અને તમારું સન્માન કરી શકો છો? શું તે તમારો આદર કરી શકે છે, શું તે તમને ગર્વ આપી શકે છે? આ દેશનું કેવું દુર્ભાગ્ય છે. તેઓ કેટલી હદ સુધી નીચે જશે. પીએમે એમ પણ કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે.

શું બોલ્યાં હતા સીએમ નીતિશ કુમાર 
નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર.....તેને....કરી દો. તેમાં વસતી ઘટી રહી છે. 

નીતિશ કુમાર અશ્લિલ નિવેદન પર શું બન્યું 
નીતિશ કુમારે જ્યારે આવી વાતો કરી ત્યારે વિધાનસભામાં મહિલાઓ ધારાસભ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી હતી. કેટલીક ગુસ્સે પણ ભરાઈ હતી તો બીજા કેટલાક ધારાસભ્યો હસતા દેખાયા હતા. 

ભાજપ ધારાસભ્યોએ સીએમને ઘેર્યાં 
નીતીશના નિવેદન પર ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ભાજપના નેતા તારકિશોર પ્રસાદે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમબ્રામે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત સન્માનજનક રીતે કહી શક્યા હોત. તેમનો સ્ત્રીઓ પ્રત્યે આદર દેખાતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ