બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Home Minister Sanghvi's big statement on Gujarat Police's grade pay movement

મોટું નિવેદન / ગુજરાત પોલીસના ગ્રેડ પેના આંદોલન પર ગૃહરાજ્યમંત્રી સંઘવીનું મોટું નિવેદન, જાણો શું એલાન કર્યું

Ronak

Last Updated: 01:36 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલનને લઈને ગૃહમંત્રી હર્ષસંધવીએ જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે અભ્યાસ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો સરકાર અભ્યાસ કરતી હોય છે.

  • પોલીસકર્મીઓના આંદોલન મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન 
  • પોલીસકર્મીઓની માંગણી પર અભ્યાસ થઈ રહ્યો છે: ગૃહરાજ્યમંત્રી 
  • યોગ્ય રજૂઆત પર સરકાર અભ્યાસ કરે છે: ગૃહરાજ્યમંત્રી 

રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે ને લઈને આંદોલન કરી રહ્યા છે. જે મામલે હવે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ગ્રેડ પે ને લઈે પોલીસ કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તેમની માગણી પર અભ્યાસ કરી રહી છે. 

આગામી સમયમાં લેવાશે નિર્ણય 

સાથેજ ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમનાં પોલીસ કર્મચારીઓની માગંણીને લઈને નિર્ણય લેવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વિષય પર યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો તેનો અભ્યાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી હવે આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. 

વિવિધ પાસાઓની થશે તપાસ 

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મીઓની જે પણ માગ છે તે અંગે તેઓ વિવિધ પાસાઓની તપાસ કરશે. જે તપાસ બાદ તેઓ આગળ નિર્ણય લેવાના છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ તેમના ગ્રેડ પે ની માગણી કરી રહ્યા છે. જેમા તેઓ આંદોલન પણ કરી રહ્યા છે. જેથી આ મામલે આજે ગૃહરાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. 

પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ કર્મીઓના આંદોલનને લઈને ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ કોઈપણ વિષયને હકારાત્મક રીતે વિચારીએ છે. ત્યારબાદ તેના પર નિર્ણય લેવામાં આવે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પે ને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. જેમાં પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ