બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Himmatnagar violence: Chief judicial court grants 3 days remand to 10 accused

પગલાં / હિંમતનગર હિંસા: ચીફ જ્યુડીશિયલ કોર્ટે 10 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો અત્યાર સુધીની તમામ અપડેટ

Vishnu

Last Updated: 08:23 AM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના હિંમતનગરમાં હિંસા મામલે ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં કુલ 22 આરોપી રજૂ કરાયા, આગામી 16 તારીખ સુધીના અપાયા રિમાન્ડ

  • સાબરકાંઠાના હિંમતનગરમાં હિંસા અપડેટ
  • પોલીસે બંને ગુનામાં 22 આરોપીઓની કરી છે ધરપકડ
  • 10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ

તહેવારના સમયે શાંતિ અને ઉલ્લાસમાં માનતી ગુજરાતી પ્રજાને જો આક્રોશની સ્થિતિનો સામનો કરવો પડે તો પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે.10 એપ્રિલ અને રામનવમીના દિવસે શોભાયાત્રામાં આક્રોશની આગ ભભૂકશે તે આયોજકો, રેલીમાં જોડાનારા લોકો અને ઉત્સવનો ઉમંગ માણી રહેલા લોકોને પણ કદાચ ખ્યાલ નહીં હોય.અચાનક સ્થિતિ બદલાઈ ગઈ અને હિંમતનગરના છાપરીયા અને ખંભાતના ટાવર ચોક પાસે રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો, બે જૂથના લોકો સામ સામે આવી ગયા.ક્યાંક ગાડીઓમાં આગચંપી થઈ, લોકોના ઘર સળગાવાયા તો ક્યાંક પથ્થરમારામાં નિર્દોષોના જીવ લેવાયા.પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે સમગ્ર ઘટના પર ત્વરિત પગલા ભર્યા અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરી.હવે સવાલ એ છે કે શાંતિપ્રિય ગુજરાતમાં તહેવારોના સમયે અશાંતિ ફેલાવવાનું કામ કોણ કરે છે?.ધર્મ-અધર્મ અને વિધર્મના નામે ષડયંત્રો કોણ ફેલાવે છે?.હિંમતનગર અને ખંભાતમાં હિંસા ફેલાવા પાછળનું કારણ શું છે?

10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ
સમગ્ર બાબતે ગુજરાત સરકાર અને પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં હિંસા મામલે ગત રોજ મોડી રાત્રે ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં કુલ 22 આરોપી રજૂ કરાયા હતા. જેમાંથી કોર્ટે 10 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે એ ડિવિઝનમાં દાખલ થયેલી ફરિયાદમાં 11 આરોપી કરાયા રજૂ થયા હતા જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 2 ફરિયાદમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા.આગામી 16 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થતાં પોલીસ તપાસમાં વધુ મોટા ખૂલાસા બહાર આવી શકે છે. હિમંતનગર હિંસા કેસમાં 900થી વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં: CM
મંગળવારે રાત્રે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા અંગે બેઠક મળેલી. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.

સોમવારની રાત્રે હિંમતનગરના હસનનગરમાં ફરી ભડકી હતી હિંસા
10 એપ્રિલ 2022ના રોજ હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ સોમવારની રાત્રે 11 વાગ્યા આસપાસ સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. હસનનગર વિસ્તારમાં આવેલા  વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસ જે ઘટના સ્થળે હતી  પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા હતા. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા હતા જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો હતો. ભારે જહેમત બાદ ત્યાં કાબૂ મેળવવામાં આવ્યો હતો.

વણજારાવાસના કેટલાક લોકોએ હિજરત કરવાનો કર્યો પ્રયાસ, પોલીસે સમજાવ્યા
હિંમતનગરમાં ગતરોજ દિવસ દરમિયાન શાંતિ રહ્યા બાદ ઉપદ્રવીઓ દ્વારા રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં વણજારાવાસમાં આગચંપીના બનાવો પણ બન્યા હતા. આ બનાવને પગલે વણજારાવાસના કેટલાક લોકોએ હીજરતનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા સમજાવવામાં આવતાં પરિવારો પરત ફર્યા હતા. પોલીસ દ્વારા પણ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ડ્રોન દ્વારા શહેરના વિસ્તારોની પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસના દાવા મુજબ હિંમતનગરમાં હાલ તો સ્થિતિ કાબુમાં છે. 

વણઝારા વાસમાં બનેલી ઘટનામાં 10 વ્યક્તિની અટકાયત: DGP આશિષ ભાટીયા
તેમણે જણાવ્યું હતું કે ગત સોમવારે એક બનેલા બનાવ અંગે અત્યાર સુધીમાં 10 વ્યક્તિની અટકાયત થઈ ચૂકી છે તેમ જ હાલમાં સ્થાનિક કક્ષાએ વણજારા વાસ માં  એક પોઈન્ટ ઉભો કરવાની માહિતી આપવામાં આવી હતી જોકે ગુજરાત પોલીસ વડાએ કોઈપણ આરોપી બક્ષવામાં નહીં આવે તેમ કહી આગામી સમયમાં ઉદાહરણ સ્વરૂપ બને તેવી કાર્યવાહી હાથ કરવાની ખાતરી આપી હતી સાથો સાથ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવો દેશના અન્ય કોઈ વ્યક્તિનો હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે તેવી લોકોને બાંહેધરી પણ આપી

RAFની 2, SRP ની 4 ટીમો સહિત પોલીસ કાફલો ખડક્યો
DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે ફરીથી કોઇ આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ઘટના અંગે ગુના દાખલ કરી તપાસ અને આરોપીઓને પકડવા માટે અલગ- અલગ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, બહારથી અસામાજિક તત્વોને આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઇ તોફાન કરી ફરાર ન થાય તેની તકેદારી રખાવામાં આવશે. તે સાથે RAFની 2, SRP ની 4 ટીમો પણ તૈનાત કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ