બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / High Court praises AMC; However, immediate action was taken against the polluting units

કાર્યવાહી / હાઈકોર્ટે AMCના કર્યા વખાણ; છતાં પ્રદુષણ ફેલાવતા એકમો સામે તાબડતોબ આ કાર્યવાહીના આપ્યા આદેશ

Mehul

Last Updated: 08:07 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પાણી પ્રદૂષિત કરતા એકમો સામે ગુજરાત હાઈકોર્ટે AMC પાસે જવાબ માગ્યો હતો.AMCએ કહ્યું કે,પ્રદુષણ ફેલાવતા એકમોના ડ્રેનેજ કનેક્શનસ કાપી નાખવામાં આવ્યા છે.

  • પ્રદુષણ મુદ્દે AMCનો ગુજરાત હાઈકોર્ટમાં જવાબ 
  • એકમ માલિકો કોર્ટમાં ફરિયાદની આપે છે ધમકી 
  • પ્રદૂષિત એકમોના ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા:AMC

છેલ્લા બે મહિનાથી અમદાવાદ મહાનગર પાલિકાને શહેરમા  પ્રદુષણ ફેલાવતા એકમો સામેની કાર્યવાહીના  હાઈકોર્ટ તરફથી માંગવામાં આવી રહેલા જવાબના  સંદર્ભમાં AMCએ હાઈકોર્ટમાં રજૂ કર્યો આશ્ચર્યજનક જવાબ રજુ કર્યો હતો. મહાપાલિકાએ કહ્યું કે, એકમો જ અમોને કાર્યવાહી કરતા અટકાવે છે.જો કાર્યવાહી હાથ ધરીએ તો એકમ માલિક હાઇકોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે. મહાપાલિકાએ અત્યાર સુધીમાં આવા બે જવાબદાર એકમો સામે ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરી છે. તંત્ર એ પ્રદુષણ ફેલાવતા એકમોની ડ્રેનેજ લાઈનના કનેક્શન કટ કરી દીધા છે. આ જવાબ બાદ, હાઈકોર્ટે અમદાવાદ મહાનગર પાલિકાના વખાણ કર્યા હતા. જો કે, પ્રદુષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટએ  નિર્દેશ પણ આપ્યો છે. 

શું હતો પ્રદુષણનો મુદ્દો ? 

'દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા' આ પંક્તિ ભલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પિત કરાઈ હોય પરંતુ, તેમાં સાબરમતીનો પણ મોટો ફાળો ગણાવાયો છે.આ જ સાબરમતી નદી પ્રદૂષિત હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા વહીવટી તંત્રને વેધક સવાલો કર્યા છે કે, 400 કરોડની ફાળવણી છતાં અમદાવાદની સાબરમતી નદી આટલી પ્રદૂષિત  કેમ છે ? 

આવા પ્રદૂષિત પાણીથી થતી હશે ખેતી ?

હવે જરા એ પણ વિચારો કે, અમદાવાદ નજીક શાક-ભાજીની ખેતી થતી હોય અને સાબરમતીનું દૂષિત પાણી આ ખેતીમાં વપરાતું હોય તો એ નાગરીકો દૂષિત પાણીથી શાક-ભાજી ઉગાડતા હોય અને પોતાના શાક-ભાજી જ્યાં વેંચતા હોય તેવા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે અજાણ્યે જ ચેડા થઈ રહ્યા છે.કદાચ ખેડૂત દૂષિત પાણીથી અજાણ ના હોય પણ નાગરીકો સંપૂર્ણપણે બે-ખબર છે. સાબરમતીનું આ પાણી ખંભાત સુધી દૂષિત રીતે પ્રસરી ગયું છે.તપાસ રીપોર્ટનાં ખુલાસાથી હાઈકોર્ટે વહીવટી તંત્ર સામે નારાજગી દર્શાવી છે.તો ગુજરાત હાઈકોર્ટે મીરોલી  પિયત સહકારી મંડળીને સાબરમતીનું પાણી સિંચાઈ કે ખેતી માટે ન વાપરવા અંગેની સૂચના પણ આપી દીધી છે. 

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું અને કહ્યું કે જે સાબરમતીનું પાણી 1948માં પીવાલાયક હતું તેમાં એટલો બદલાવ આવ્યો છે કે હવે 2021માં આ સાબરમતીનું પાણી કોણ પીવા તૈયાર થાય.

કેન્દ્ર સરકારે 2014માં 400 કરોડની ફાળવણી કરી

અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો હતો. સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો 400 કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે. 
                                                                         


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ