બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / High alert in Kerala after receiving threatening letter to PM Modi, central agencies seek report

સુરક્ષા / PM મોદીને ધમકીભર્યો પત્ર મળતા કેરળમાં હાઇ એલર્ટ, કેન્દ્રીય એજન્સીઓએ માંગ્યો રિપોર્ટ

Pravin Joshi

Last Updated: 04:52 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ર મોકલનારે પીએમ મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવ્યું છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ પહેલા ધમકી ભર્યો પત્ર 
  • ધમકી બાદ કેરળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું 
  • 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી કેરળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પત્ર મોકલનારે પીએમ મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવ્યું છે. આ પછી તરત જ પોલીસ તે જગ્યાએ પહોંચી ગઈ જેનું નામ પત્રમાં લખેલું હતું. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે ડરી ગયો અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે મને ફસાવવા માટે કોઈએ પત્ર પર મારું નામ લખ્યું છે. જ્યારે મને એ પણ ખબર નથી કે આ મામલો શું છે? જો કે કેરળમાં હાઈ એલર્ટ છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધી ગયું છે.

પત્ર મીડિયા સામે આવ્યો

સુરક્ષાને લઈને અધિક પોલીસ મહાનિર્દેશકનો એક પત્ર પણ મીડિયામાં સામે આવ્યો. ADGPના પત્રમાં બાન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની ધમકી સહિત અન્ય ઘણી ગંભીર ધમકીઓ દર્શાવવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી એ મુરલીધરને પત્ર લીક થવા પર રાજ્ય પોલીસની ક્ષતિ ગણાવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમો સમયસર થશે. મોદી 24 એપ્રિલે કોચી પહોંચશે અને તિરુવનંતપુરમ ખાતે રાજ્યને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપશે.

પીએમ મોદી 24મીએ કેરળ પહોંચશે

પીએમ મોદી 24મીએ કેરળ પહોંચશે. અહીં તેઓ રોડ શો કરશે અને જનસભાને પણ સંબોધિત કરશે. કેરળ ભાજપને પીએમની આ મુલાકાતથી ઘણી આશાઓ છે. પાર્ટી દક્ષિણ ભારતમાં પોતાની કેડર વધારી રહી છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચશે. તે જોતા હવે આ ધમકીભર્યો પત્ર મળવો ચિંતાનો વિષય છે. જો કે આ પત્ર નકલી પણ હોઈ શકે છે, પરંતુ તેને હળવાશથી ન લઈ શકાય. તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ