ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / Here Are The Reasons Why You Should Visit Kerala In Off Season

ટ્રાવેલ / ફરવાનું વિચારી રહ્યા છો? તો ઑફ સિઝનમાં ચોક્કસથી જાઓ કેરળ

Published By: Juhi

Last Updated: 05:59 PM, 22 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીક સીઝન હોય એટલે ફરવાની જગ્યાઓ પર ખુબ જ ભીડભાડ હોય છે. કેટલાક લોકો એવા પણ છે જેને ભીડભાડ વાળી જગ્યાઓએ જવુ ગમતુ નથી.

ADVERTISEMENT

આવા કેટલાક સ્માર્ટ લોકો પીક ન હોય તેવી સીઝન એટલે કે ઓફ સીઝનમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે. કેરળ પણ એક એવુ પર્યટન સ્થળ છે જ્યાં તમે ઓફ સીઝનમાં આવો તો તમારી ફરવાની મજા બેવડાઇ જાય છે અને અનેક ફાયદા પણ થાય છે.

દક્ષિણ ભારતમાં આવેલા રાજ્ય કેરળને સ્ટેટ ઓફ ગોડ કહેવાય છે. આ સુંદર રાજ્યમાં જે પણ ફરવા આવે છે તે જાણે અહીંનુ બનીને રહી જાય છે. કેરળની યાત્રાની સ્મૃતિઓ માનસપટ પરથી જલદી ભુંસાતી નથી. આમ તો અહીં પીક સીઝનમાં પર્યટકોની ભીડ રહે છે, પરંતુ ઓફ સીઝનમાં અહીં આવવુ એ લોકો માટે શ્રેષ્ઠ છે જે ભીડભાડથી બચવા ઇચ્છે છે.

ઓફ સીઝનમાં આવવાના ફાયદા પણ ઘણા છે. એક તો તમે અહીં આરામથી ફરી શકો છો, તેની સાથે તમને ફ્લાઇટ બુકિંગથી લઇને હોટલ્સ સુધી ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ મળી જાય છે. સૌથી પહેલા તો તમને સસ્તી હોટલ અને સસ્તી ફ્લાઇટ ટિકિટ મળે છે. ઓફ સીઝનમાં અહીંની ફાઇવ સ્ટાર હોટલ્સ પણ 40થી 60 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપે છે. 

વરસાદના કારણે કેરળનું વાતાવરણ પણ ખુશનુમાં હોય છે. આ સીઝનમાં તમે અહીં આવીને ખુબ રિલેક્સ ફીલ કરો છો. અહીંના સુંદર ઝરણાઓને જોતા ક્યાં દિવસ વિતે છે તેની જાણ પણ થતી નથી.

તમે ઓફ સીઝનમાં હાઉસબોટમાં રહેવા અને આ પ્રકારની તમામ એડવેન્ચરસ એક્ટિવીટી કરવાનો ફાયદો ઉઠાવી શકો છો. આ બધુ ઓફ સીઝનમાં ડિસ્કાઉન્ટ પર મળે છે. તમે આ પ્રકારે સુંદર કેરળની સેર કરી શકો છો. 

કેરળની આયુર્વેદિક ટ્રીટમેન્ટ દુનિયાભરમાં ફેમસ છે. દેશ-વિદેશના પર્યટકો અહીં આવીને મસાજ કરાવા ઇચ્છે છે. ઓફ સિઝનમાં તેમાં પણ ડિસ્કાઉન્ટ મળે છે. કેમકે આ સમયે બહુ વધારે ભીડ હોતી નથી, તેથી તમને સર્વિસ પણ સારી મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kerala Travel lifestyle Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ