બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain will hit several districts of Gujarat in the next 48 hours, Ambalal predicts
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. જે મુજબ આગામી 48 કલાક ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT

આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આગામી 48 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ થઈ છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ સાબરમતી નદીના જળ સ્તરમાં વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
જાણો હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર, આણંદ, નર્મદા, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
28 જૂને આ જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે (28 જૂને) રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.