બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast for 5 more days in Gujarat

ચોમાસું 2023 / ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગની આગાહી: આ ચાર જિલ્લાઓમાં પડી શકે છે અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ અલર્ટ

Malay

Last Updated: 03:34 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast in Gujarat: ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે. ગુજરાતમાં હજુ પણ 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

  • રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે
  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
  • સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. રાજધાની દિલ્હી સહિત 24 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસું દેશના લગભગ  80 ટકાથી વધારે વિસ્તારને કવર કરી ચૂક્યું છે. ગુજરાતમાં પણ મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી 5 દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં છૂટોછવાયો ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે.

29 જૂને ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 29 જૂને ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે.     

Image

આજે રાજ્યના 62 તાલુકામાં વરસાદ
આપને જણઆવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. આજે સવારના છ વાગ્યાથી ત્યાર સુધીમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કામરેજમાં નોંધાયો છે. કામરેજમાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના માંડવીમાં 3 ઈંચ, ખેરગામમાં 2 ઈંચ, ધરમપુરમાં 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ, વિસાવદરમાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, ચીખલીમાં પોણા 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, સુરત શહેરમાં પોણા 2 ઈંચ, બારડોલીમાં પોણા 2 ઈંચ, પારડીમાં પોણા 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ડોલવણમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ