બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast for next 4 days in several districts including Gir Somnath, Vadodara

આગાહી / ગીર સોમનાથ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ ભારે વરસાદ, અહીં મોકલાઇ શકે છે NDRFની ટીમ

Malay

Last Updated: 08:39 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy rain forecast in Gujarat: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
  • રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં જામેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાદના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે.

આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે આજે નિર્ણય લેવાશે. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીની તૈયારીઓ પર ચર્ચા કરાશે. 

આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ વિશે વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

29 જૂને 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 29 જૂને 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. 

Image

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. ગતરોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

VTV Gujarati News and Beyond on Twitter: "અખાત્રીજના પવન પરથી અંબાલાલ  પટેલની કમોસમી આગાહી: 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે, 25  મે અને 10 જૂન ...
અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

સાબરમતી નદીના જળ સ્તરમાં થઈ શકે છે વધારો 
આગામી 48 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ થઈ છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ સાબરમતી નદીના જળ સ્તરમાં વધારો થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ