ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Haven’t had a discussion on seat sharing yet’: Sharad Pawar

રાજનીતિ / MVA ગઠબંધન તૂટું તૂટું થવાની તૈયારીમાં, શરદ પવાર આજે બોલી ગયાં, મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

Published By: Hiralal

Last Updated: 03:01 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન ગમે ત્યારે પડી ભાંગી શકે તેવા એંધાણ છે. એનસીપી ચીફ શરદ પવારે આ સંદર્ભમાં મોટું નિવેદન આપી દીધું છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના મહા વિકાસ અઘાડી ગઠબંધન તૂટવાનું નક્કી
  • એનસીપી પ્રમુખ શરદ પવારે અત્યારથી ભાખી દીધું ભવિષ્ય
  • બોલ્યાં- 2024 સુધી મહાગઠબંધન રહેશે કે નહીં તે કહેવાય નહીં 

મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડી ગઠબંધન આગામી સમયમાં તૂટી શકે છે. શરદ પવારની વાતથી રાજનીતિમાં નવી ચર્ચાને વેગ મળ્યો છે. વાતો તો એવી પણ ચાલી રહી છે કે શરદ પવારની પાર્ટી એનસીપી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે. 

શું બોલ્યાં શરદ પવાર 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું હતું કે, "આજે આપણે મહા વિકાસ આઘાડી સાથે છીએ. પરંતુ 2024ની ચૂંટણીમાં તેઓ સાથે રહેશે કે નહીં, તેના વિશે હાલ કંઇ કહી શકાય તેમ નથી. શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા અજિત પવારના ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે.

રાજકારણમાં હંમેશાં એકલી ઇચ્છા પૂરતી હોતી નથી
શરદ પવાર અમરાવતીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મહા વિકાસ આઘાડી 2024 માં મહારાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી લડશે. જવાબમાં પવારે કહ્યું કે આજે અમે મહા વિકાસ આઘાડીનો ભાગ છીએ, અને અમે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. પરંતુ રાજકારણમાં હંમેશાં એકલી ઇચ્છા પૂરતી હોતી નથી. સીટ-શેરિંગ, કોઈ સમસ્યા છે કે નહીં, તેની ચર્ચા હજી સુધી થઈ નથી. તો હું તમને આ વિશે કેવી રીતે કહી શકું?

તોડફોડની રાજનીતિથી નુકસાન 
શરદ પવારે અમરાવતીમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શરૂ થઈ રહેલી તોડફોડની રાજનીતિથી રાજ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, "જેમને તોડફોડની રાજનીતિ કરવાની છે તેઓ કરે, પરંતુ અમારે જે કરવાનું છે, તે અમે કરીશું."

જેને લાગું પડતું હોય તે વિચારી લે- પવારના નિવેદન પર બોલ્યાં સીએમ શિંદે 
શરદ પવારના આ નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. "શરદ પવાર ખૂબ જ અનુભવી નેતા છે. તેમનું આ નિવેદન ખૂબ મહત્વનું છે. તેમના નિવેદનમાં ઘણી ગંભીરતા છે, જેને પણ વિચારવાનું હોય તેણે આ વિશે વિચારવું જોઈએ. હું એટલું જ કહીશ.

મહારાષ્ટ્ર વિધાનસભાની હાલની સ્થિતિ
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે. રાજકીય સમીકરણો અને પાર્ટીની સ્થિતિ પર નજર કરીએ તો એનડીએ ગઠબંધન સાથે જોડાયેલા પક્ષોના ધારાસભ્યોની સંખ્યા 162 છે. વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ) પાસે કુલ 121 ધારાસભ્યો છે.

એનડીએ: ભાજપ - 105, શિવસેના (શિંદે જૂથ) - 40, પ્રખર જનશક્તિ પાર્ટી - 2, અન્ય પક્ષો - 3, અપક્ષો 12

એમવીએ: એનસીપી - 53, કોંગ્રેસ - 45, શિવસેના (ઉદ્ધવ જૂથ) - 17, સપા 2, અન્ય - 4

સંકળાયેલા મુદ્દાઓ

LS polls with MVA Sharad Pawar mva Sharad Pawar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ