બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Harakhni Heli among the Indians of Australia! A grand celebration of Pran Pratistha, many events held in Sydney

અયોધ્યા રામ મંદિર / ઓસ્ટ્રેલિયાના ભારતીયોમાં હરખની હેલી ! પ્રાણ પ્રતિષ્ઠાની કરી ભવ્ય ઉજવણી, સિડનીમાં યોજાયા અનેક કાર્યક્રમો

Vishal Khamar

Last Updated: 10:17 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ સહિત વિદેશમાં વસતા ભારતીયો પણ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સીડનીમાં રહેતા ભારતીયો દ્વારા આજે ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અનેક વિધ કાર્યક્રમો પણ યોજ્યા હતા.

  • તા. 22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે  રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
  • ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે ભગવાન શ્રી રામની રથયાત્રા કાઢવામાં આવી
  • વિદેશમાં વસતા ભારતીયો દ્વારા અનોખી રીતે કરાઈ ઉજવણી

 દેશવાસીઓમાં હાલ અયોધ્યા રામ મંદિરને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ વિદેશમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે 20 તારીખે ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે રામા ફાઉન્ડેશન દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વસતા ગુજરાતીઓ દ્વારા ભગવાન શ્રી રામની રથયાત્રા કાઢી હતી. જે બાદ શો ગ્રાઉન્ડ પર નાનકડી પરેડ પણ યોજાઈ હતી.  રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની થીમ પર જુદા જુદા શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી રામના જીવનકાળની ઘટનાઓ દર્શાવવામા આવી હતી. 

ઓસ્ટ્રેલિયા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ
આગામી તા. 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. જેને લઈ વિદેશમાં વસતા ગુજરાતી ભાઈ-બહેનો દ્વારા રામા ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે. ત્યારે આ ફાઉન્ડેશન હેઠળ તમામ ભારતીયો દ્વારા ભેગા મળી ઓસ્ટ્રેલિયા ખાતે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. પ્રિઈવેન્ટ અંતર્ગત રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિને લઈ ઓસ્ટ્રેલિયાના હાર્બર અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ હતી. 

અયોધ્યા મોકલાશે બધું જ ભંડોળ
આ કાર્યક્રમમાં વિદેશમાં વરસાત સેંકડો સ્વયંસેવકો ફ્રી સેવા આપી રહ્યા છે. તેમજ કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફ્રૂડ સ્ટોલ્સ પણ ગોઠવ્યા હતા. ફ્રૂડ સ્ટોલ્સમાં થનારી તમામ આવક અયોધ્યા રામ મંદિર ખાતે મોકલવાનો નિર્ણય કરાયો હતો. 

વધુ વાંચોઃ PM મોદીએ રામેશ્વરમમાં કરી પૂજા-અર્ચના, સમુદ્રમાં લગાવી આસ્થાની ડૂબકી

ઓસ્ટ્રેલિયામાં ફાયરવર્ક્સ કરવાની પરવાનગી મળવી ખૂબ મુશ્કેલ
આમ તો ઓસ્ટ્રેલિયામાં ફાયરવર્ક્સ કરવાની પરવાનગી મળવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ શ્રીરામના સ્વાગત માટે આનંદ મનાવવા માટે અહીં વસતા ગુજરાતીઓએ ખાસ પ્રયત્નો કરીને સ્થાનિક તંત્ર પાસેથી આતશબાજી કરવાની પરવાનગી મેળવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ