બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / haldi ke upay haldi ke totke know the benefits of turmeric

ચિંતા ના કરશો / લગ્ન અને કામમાં આવે છે અવરોધો? આજથી જ કરો હળદર સાથે જોડાયેલા આ ઘરેલુ ઉપાય, પછી થશે ચમત્કાર

Premal

Last Updated: 03:57 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા શુભ કામ વારંવાર અટકી રહ્યાં છે. લગ્નમાં અડચણ આવી રહી છે અથવા તો સારું રહેતુ નથી તો તમે હળદર સાથે જોડાયેલા પાંચ સરળ ઉપાય કરી શકો છો. આ ઉપાયની અસર તાત્કાલિક જોવા મળે છે.

  • લગ્ન અને કામમાં આવી રહી છે અડચણો?
  • હળદર સાથે જોડાયેલા કરો આ ઘરેલુ ઉપાય
  • જોવા મળશે તાત્કાલિક અસરકારક પરિણામ

તમારું કામ અટકે છે તો હળદર સાથે જોડાયેલા આ ઉપાય કરો

હળદર એક પદાર્થ છે, જેના એક નહીં, પરંતુ અનેક ગુણ છે. હળદરનો ઉપયોગ શાકભાજી બનાવવામાં તો થાય છે, પરંતુ બિમારીની સારવારમાં પણ તેનો પ્રયોગ થાય છે. એટલું જ નહીં, દરેક શુભ કાર્યમાં પણ હળદરના ઉપયોગને જરૂરી માનવામાં આવ્યો છે. શાસ્ત્રોનુ માનીએ તો ભગવાન વિષ્ણુને હળદર વધારે પ્રિય છે. હળદર સાથે જોડાયેલા ઘણા ઉપાય પણ પ્રચલિત છે. જેનો ઉપયોગ કરવાથી માણસનુ ભાગ્ય ચમકવામાં વાર લાગતી નથી. આવો જાણીએ એવા કયા ઉપાયો છે. 

ખરાબ સપના આવવાના બંધ થાય છે 

જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય તો તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તમે હળદરની એક ગાંઠ પર મૌલી બાંધી લો. ત્યારબાદ આ મૌલીને તમારા ઓશીકાની નીચે રાખીને ઊંઘી જાવ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ સપના આવતા બંધ થાય છે અને માણસને સારી ઊંઘ આવે છે.  

અટકેલા કામ થાય છે પૂરા 

જો તમારું આપેલુ પાછુ આવતુ નથી અથવા ક્યાક અટકી જાય છે તો તમે થોડા ચોખા લઇને તેમાં હળદર મિક્સ કરો. ત્યારબાદ આ ચોખાને લાલ કપડામાં બાંધીને પોતાના પાકીટમાં રાખો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ફસાયેલા રૂપિયા પાછા આવે છે. 

લગ્નની અડચણ થાય છે દૂર 

ઘણા પ્રયાસ કરતા હોવા છતા તમારા લગ્નમાં અડચણો આવી રહી છે. છેલ્લે ટાઈમે આવીને વાત બગડી જાય છે તો તમે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની મૂર્તિ સામે દરરોજ ચપટી ભરીને હળદર અર્પણ કરો. આ સાથે દર ગુરૂવારે ચણાની દાળ અને હળદરનુ દાન કરો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારી સમસ્યા દૂર થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ