બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / hackers find new trick to install harmful apps via bank text message

સાવધાન / બૅન્કના નામે આવા મેસેજ આવે તો ચેતજો! હેકર્સે તમારા ખિસ્સાં પર હાથ ફેરવવા અપનાવ્યો છે નવો હથકંડો

Manisha Jogi

Last Updated: 09:10 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક કેસ એવા પણ હોય છે, જેમાં હેકર્સ કરોડો રૂપિયાનો ચૂનો લગાવે છે. હેકર્સે હવે નવી રીત અપનાવી છે, જેની મદદથી યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરે છે.

  • સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે
  • હેકર્સ કરોડો રૂપિયાનો ચૂનો લગાવે છે
  • યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરવામાં આવે છે

ભારતના અલગ અલગ હિસ્સાઓમાં સ્કેમના નવા કેસ કેસ સામે આવી રહ્યા છે અને હેકર્સ અલગ અલગ ટ્રિક અપનાવી રહ્યા છે. કેટલાક કેસ એવા પણ હોય છે, જેમાં હેકર્સ કરોડો રૂપિયાનો ચૂનો લગાવે છે. હેકર્સે હવે નવી રીત અપનાવી છે, જેની મદદથી યૂઝર્સનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલિશ ફાઈનાન્શિયલ સુપરવિઝન ઓથોરિટીની કમ્પ્યૂટર ઈન્સિડેન્ટ રિસ્પોન્સ ટીમે હેકર્સની નવી ટ્રિક્સનો પદાફાર્શ કર્યો છે. રિસર્ચ ટીમે જણાવ્યું છે કે, આ ટ્રિકથી લોકોને સ્કેમનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે. 

બેન્કિંગ મેસેજનો ઉપયોગ
સાઈબર ક્રિમિનલ્સ તે માટે બેન્કિંગ કસ્ટમરને ટેક્સ્ડ મેસેજ સેન્ડ કરે છે, જેમાં લખવામાં આવે છે કે, મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન અપડેટ કરી લો. જેની સાથે એક પણ એમ્બેડ કરવામાં આવે છે. લિંકની મદદથી યૂઝર્સ એપ્લિકેશન અપડેટ કરે છે. આ લિંક ગૂગલ પ્લેસ્ટોર અથવા અન્ય કોઈપણ ઓફિશિયલ એપ સ્ટોરની જગ્યાએ WebAPK ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોનમાં વાયરસવાળી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરે છે. 

ખબર ના પડે તે રીતે ઈન્સ્ટોલ થાય છે
યૂઝર્સના ફોનમાં કોઈપણ નોટિફિકેશન અથવા પોપઅપ મેસેજ વગર ફાઈલ અથવા એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં આવે છે. એકવાર આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કર્યા પછી યૂઝર્સનો ડિટેઈલ્સ ચોરી કરીને બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં આવે છે. 

આ રીતે ફોન સેફ રાખો

  • હેકર્સથી બચવા માટે કોઈપણ એપ્લિકેશન લિંકની મદદથી ઈન્સ્ટોલ ના કરવી.
  • અજાણ્યા સોર્સથી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે તો યૂઝર્સનો ડેટા અને બેન્કિંગ ડિટેઈલ્સ ચોરી થઈ શકે છે. 
  • ટેક્સ્ટ મેસેજમાં જે પણ લિંક આપવામાં આવે તેના પર ક્લિક ના કરવું. 
  • બેન્કિંગ સંબંધિત કોઈપણ મેસેજ ઓપન કરતા પહેલા ધ્યાન રાખવું કે, આ મેસેજ બેન્કનો છે કે, નહીં. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ